1000થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે સાઉથનો કોમેડિયન બ્રહ્માનંદ,એક સમયે બે ટંક ખાવાના પણ હતા ફાફા,આજે છે કરોડોની સંપત્તિ

બોલીવુડની જેમ સાઉથ ફિલ્મોના પણ લોકો દીવાના છે. ઘણી એવી સાઉથની ફિલ્મો છે જે દર્શકોને વારંવાર જોવાનું મન થાય છે, તો સાઉથના ઘણા કલાકારોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. એવા જ એક કલાકારનું નામ છે, બ્રહ્માનંદ. જે મોટાભાગની સાઉથની ફિલ્મોમાં કોમેડિયનની ભૂમિકામાં જોવા મળે છે.

બ્રહ્માનંદને સાઉથના કોમેડી કિંગ તરીકે ઓળખવામા આવે છે. બ્રહ્માનંદે 1000થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તે સાઉથના લગભગ બધા જ મોટા મોટા કલાકારો સાથે કામ કરી ચુક્યો છે. ત્યારે આજે આપણે તેના જીવન વિશે કેટલીક એવી વાતો જાણીશું જે તમને પણ ખબર નહિ હોય.

બ્રહ્માનંદની ઉંમર આજે 65 વર્ષની થઇ ચુકી છે. એક ફિલ્મ માટે તે બોલીવુડના અભિનેતાઓ કરતા પણ વધારે રકમ લે છે. તે એક ફિલ્મ માટે 1 કરોડ કરતા પણ વધારે રકમ ચાર્જ કરે છે તો તે 24 કલાકમાં જ 5 લાખથી વધારે આવક મેળવે છે.

બ્રહ્માનંદ ખુબ જ આલીશાન લાઈફ જીવે છે. આજે તેની પાસે કરોડોની સંપત્તિ છે. આ ઉપરાંત તેની પાસે ઘણીબધી આલીશાન કાર પણ છે. પરંતુ તેમની સફરની શરૂઆત ખુબ જ સામાન્ય રીતે થઇ હતી.

બ્રહ્માનંદે 1987માંફિલ્મી પડદા ઉપર પગ મુક્યો હતો. તેની ડેબ્યુ ફિલ્મ “અહા ન પલાંટા” હતી. અને ત્યારબાદથી તેમને જે ફિલ્મી સફર શરુ કરી તે આજે પણ નથી થંભી. ચાહકો મોટાભાગની ફિલ્મોમાં બ્રહ્માનંદને જોવાનું પસંદ કરે છે.

ફિલ્મોમાં આવ્યા પહેલા બ્રહ્માનંદ તેલુગુ લેક્ચરર હતા અને કોલેજમા બાળકોને ભણાવતા હતા. કોલેજમાં બાળકોને ભણાવવાની સાથે સાથે તે પોતાની મિમિક્રીન કારણે પણ ખુબ જ પ્રખ્યાત હતા. ત્યારબાદ તેમની મિમિક્રી કોલેજની અંદર એટલી પ્રખ્યાત બની ગઈ કે તે કોલેજમાં જ અભિનય કરવા લાગી ગયા.

 

તેલુગુ ફિલ્મ નિર્દેશક જન્દ્યલાએ બ્રહ્માનંદમાં છુપાયેલો ટેલેન્ટ જોયો અને તેમને ફિલ્મ “અહા ન પલાંટા”માં એક નાનકડો રોલ આપવામાં આવ્યો જેમાં તેમને ખુબ જ પસંદ પણ કરવામાં આવ્યા હતા.

બ્રહ્માનંદે પોતાના ક્યૂટ ક્યૂટ એક્સપ્રેશન દ્વારા દર્શકોનું દિલ જીતી લુઘુ. તેમની ફિલ્મોમાં તેમના હાવભાવ અને અલગ અંદાજ દર્શકોને ખુબ જ હસાવવા લાગ્યા અને સમય એવો પણ આવી ગયો કે ચાહકો બ્રહ્માનંદ વગરની ફિલ્મ પણ જોવાનું પસંદ નથી કરતા.

બ્રહ્માનંદનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. આ રેકોર્ડ તેમને દુનિયાભરમાં જીવીટી અભિનેતાઓના નામ સૌથી વધારે ફિલ્મોની ક્રેડિટ્સમાં સામેલ થવાના કારણે મળ્યું છે.

2009માં બ્રહ્માનંદને પધ્મશ્રી એવોર્ડ દ્વારા પણ સન્માનમાવામાં આવ્યા છે. આ સન્માન તેમને સીને જગતમાં આપેલા શ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવ્યું હતું.

Niraj Patel