જીવનશૈલી

પાઈ-પાઈનો મોહતાજ હતો ભારતી સિંહનો પરિવાર, ખાવાના પણ ન હતા પૈસા, મુશ્કિલથી માતાએ ઉછેર્યા

કરોડો કમાતી અને કરોડો લોકોના દિલમાં રાજ કરનારી ભારતીના બાળપણ વિશે જાણીને રુવાડા ઉભા થઇ જશે

લાફ્ટર ક્વિન તરીકે ખાસ નામના મેળવનારી અભિનેત્રી ભારતી સિંહના ઘરે શનિવારના રોજ એનસીબીએ છાપામારી કરી છે. ભારતી અને તેના પતિ હર્ષ લીંબાચીયા પર લેવાનો આરોપ છે અને તેના ઘરમાંથી નશીલા પદાર્થો પણ મળી આવ્યા છે. ભારતીનું નામ આવી બાબતમાં સામે આવતા તેના ચાહકોને ભારે આઘાત લાગ્યો છે.

આજે ભારતીના લાખો ચાહનારાઓ છે. ભારતીને આ લોકપ્રિયતા અને સફળતા સુધી પહોંચવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. 3 જુલાઈ 1984 ના રોજ જન્મેલી ભારતી એક સામાન્ય પંજાબી પરિવારમાંથી આવે છે.

Image Source

આજે કરોડોની માલકીન ભારતીના એક સમયના દિવસો એવા પણ હતા કે ઘણીવાર ભૂખ્યા પણ સૂવું પડ્યું હતું. નાની ઉંમરે પિતાનું નિધન થઇ જતા બાળકોની જવાબદારી માતા પર આવી ગઈ હતી. તે સમયે ભારતીનો પરિવાર પાઈ પાઈનો મોહતાજ હતો અને ખાવા  માટે પણ પૈસા ન હતા. આજે એન્ગલમાં ફસાયેલી ભારતીના સંઘર્ષના દિવસો વિશે તમને જણાવીશું.

Image Source

એક ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું કે,”હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું અને અમે ત્રણ ભાઈ બહેનો છીએ. હું જયારે બે વર્ષની હતી ત્યારે પિતાનું નિધન થઇ ગયું હતું અને માએ બીજા લગ્ન કરવાને બદલે અમે ત્રણ ભાઈ- બહેનો માટે સંઘર્ષ કરવાનો રસ્તો પસંદ કર્યો. અમારું મોટાભાગનું બાળપણ ગરીબીમાજ વીત્યું હતું. ઘણીવાર અમારે અળધા ભુખ્યા પેટે પણ સુઈ જવું પડતું હતું”.

Image Source

ભારતી જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેનો મોટા શરીરને લીધે ખુબ મજાક બનાવવામા આવતો હતો અને તેને લીધે તે પુરી રાત રડ્યા કરતી હતી. પણ ભારતીએ આ જ વસ્તુને પોતાનો હથિયાર બનાવી લીધો અને કોમેડી જગતમાં કોમેડી ક્વિન બની ગઈ.

Image Source

ભારતીએ કહ્યું હતું કે એક સમય એવો પણ હતો કે જ્યારે તેની પાસે કોલેજની ફી ભરવાના પણ પૈસા ન હતા જો કે પંજાબ માટે માટે તેણે ઘણા મેડલ જીત્યા હતા, જેને લીધે તેનું શિક્ષણ ફ્રી થઇ ગયું હતું. ભારતી પિસ્ટલ શૂટિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ પણ છે.

Image Source

ભારતીએ પહેલી વાર ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન-4 દ્વારા એન્ટ્રી કરી હતી. આ શો પછી તે લગાતાર આગળ વધતી ગઈ અને તેના પછી કોમેડી સર્કસ, મહાબલી કૉમેડી સર્કસ, ધ કપિલ શર્મા જેવા શો માં કામ કર્યું. આ સિવાય ભારતી ઘણા એવોર્ડ શો પણ હોસ્ટ કરી ચુકી છે.

Image Source

કોમેડી સકર્સના દરમિયાન જ ભારતી અને મૂળ ગુજરાતના વતની હર્ષની મુલાકાત થઇ હતી. જ્યા ભારતી કોમેડિયન તરીકે કામ કરતી હતી જ્યારે હર્ષ સ્ક્રીપ્ટ લખવાનું કામ કરતા હતા. ઘણા સમય સુધી ડેટ કર્યા પછી બંન્નેએ લગ્ન કર્યા હતા.

Image Source

આજે ભારતી કરોડોની માલકીન છે અને આલીશાન ઘરમાં પતિ સાથે રહે છે. ભારતીના ઘરમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે. પોતાના સપનાના ઘરને બનાવવા માટે ભારતીએ ખુબ ધ્યાન આપ્યું હતું.

Image Source

જણાવી દઈએ કે શો માં એક એપિસોડ માટે ભારતી 25 થી 30 લાખ રૂપિયા ફી લે છે. જ્યારે એક લાઈવ ઇવેન્ટ માટે તે 15 લાખ રૂપિયા ફી લે છે. ભારતીની વર્ષની કમાણી 8 કરોડ રૂપિયા છે.