એક સમય હતો જ્યારે એક માતાને તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ હવે તે જ માતા ઓનલાઈન એક સુલ્ટિ્ર શ્રેક પાત્રના રૂપમાં લાખોની કમાણી કરી રહી છે. 26 વર્ષીય એવેલોન મિરાએ ઇન્સ્ટાગ્રામ પર ડોરિસ શ્રેક ફિલ્મ ફ્રેન્ચાઇઝીના અભીલી સાવકી બહેન જેવો ગેટઅપ કરી 344K કરતાં વધુ ફોલોઅર્સ મેળવ્યા છે, એવેલોન અમેરિકાના કોલોરાડોની છે, જે પહેલા ઓછા પગારે નૂડલ્સ રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી.
હવે તે ડોરિસના રૂપમાં કામ કરી રહી છે. તેની વિડિયો સામગ્રી ઝડપથી લોકપ્રિય બની છે અને હવે તેના 1.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. એવેલોન કહે છે કે ડોરિસ તરીકે કામ કરવાથી તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે, જેના કારણે તેના જીવનમાં સુધારો થયો છે. હવે તે તેના પુત્ર માટે આરામદાયક જીવન પ્રદાન કરવા માટે પણ સક્ષમ છે. તે કહે છે કે “હું ખૂબ જ ગરીબ હતી, ભાડું અને બિલ ચૂકવવામાં અસમર્થ હતી અને મારા પરિવાર માટે ખાવાનું પણ ચોરી કરવું પડતુ.
એવેલોને કહ્યું કે તે હવે મુસાફરી કરી શકે છે, અને તેના પુત્ર સાથે સારું જીવન જીવી રહી છે. મારા જન્મદિવસ પર હું અરુબા નજીકના એક ટાપુ પર જઈ રહી છું અને આગામી વર્ષે હું જાપાન અને ગ્રીસ પણ જઈશ.” એવેલોને એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તેણે ડોરિસ તરીકે વીડિયો પોસ્ટ કર્યો ત્યારે તેને ઘણી લાઈક્સ મળી હતી. તે કહે છે કે લોકો અજીબ હોય છે, પરંતુ હું આ માટે તૈયાર હતી. આ પછી, ઘણા ચાહકોએ તેમની પાસેથી વધુ જાતિય સામગ્રીની માંગ કરી હતી. એવેલોનનું આ પહેલીવાર નહોતુ જ્યારે તેણે દર્શકો માટે પરફોર્મ કર્યું હતું. આ પહેલા તેણે એક એક્સોટિક ડાંસર બનવા માટે ઓડિશન પણ આપ્યું હતું,
જો કે તેનો પરિવાર આ વ્યવસાય વિશે થોડો ખચકાટ અનુભવતો હતો. આ વિશે તેણે કહ્યુ કે મારા પરિવારે હંમેશા મને પ્રેમ કર્યો અને ટેકો આપ્યો, ભલે તેઓ મારા કામથી સહેમત નહોતા. હવે એવેલોન ડોરિસના પાત્રને જીવંત કરવા માટે મેકઅપ કલાકાર સાથે કામ કરે છે. તેને તેના લુકને પૂર્ણ કરવામાં ત્રણ કલાક લાગે છે. એવેલોન મિરા અમેરિકાના કોલોરાડોથી છે, જે પહેલા એક નૂડલ રેસ્ટોરન્ટમાં ઓછી સેલેરી પર કામ કરતી હતી, જો કે હવે તે ડોરિસના રૂપમાં વીડિયો બનાવી મહિને £30,000 સુધી કમાવી રહી છે.