દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ સરહાદ ઉપર આતંકવાદીઓનો ખતરો પણ એટલો જ છે. શનિવારે રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં આપણા 5 જવાનો શહીદ થઇ ગયા હતા, તેમને બે આતંકવાદીઓને પણ ઠાર માર્યા.

હંદવાડામાં થેયલા આતંકવાદી હુમલામાં 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા પણ હતા, તે પણ બાકીના ચાર જવાનો સાથે શહીદ થઇ ગયા હતા. જેમના શહીદ થવા ઉપર તેમની પત્નીએ કહ્યું હતું કે: “મને ગર્વ છે કે દેશની રક્ષા કરતા તે શહીદ થયા છે, તેમની શહાદત ઉપર હું આંસુ નહીં વહાવું. દેશ માટે કુરબાન થવું એ સન્માનની બાબત છે, આ તેમનો નિર્ણય હતો અને હું તેમના નિર્ણયનું સન્માન કરું છું.”
કર્નાનલની 7 વર્ષની દીકરી પણ છે અને તેની સાથે છેલ્લે 1 મેના રોજ વાત થઇ હતી અને ત્યારે કર્નલે પોતાની દીકરીને કહ્યું હતું કે ઓપરેશન ખતમ કરીને હું જલ્દી જ ઘરે પાછો આવીશ.”

કર્નલ શર્મા ઉત્તરપ્રદેશના બુલંદશહેરના રહેવાસી હતા પરંતુ મોટા ભાઈ પિયુષ શર્માની નોકરી જયપુરમાં લાગવાના કારણે પરિવાર જયપુરમાં આવીને વસી ગયો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની પલ્લવી અને દીકરી તમન્ના ઉપરાંત વૃદ્ધમાં અને ભાઈ ભાભી તેમજ એક બહેન પણ છે.
તેમની પત્ની પલ્લવીએ જણાવ્યું હતું કે “છેલ્લે 1મે ના રોજ આશુતોષ સાથે વાત થઇ હતી, ત્યારે મેં 21 આરઆરની 26મી વર્ષગાંઠની શુભેચ્છા આપવા માટે ફોન કર્યો હતો. ત્યારપછી તે ઓપરેશનમાં ચાલ્યા ગયા હતા. તેમની વ્યવસ્તતાના કારણે વધુ વાત કરવાનો સમય મળતો નહોતોતે માત્ર એટલું કહેતા હતા કે તમારું ધ્યાન રાખજો, તેમને આ વર્ષે હંદવાળામાં બે વર્ષ પૂર્ણ થવાના હતા, હું તેમને છેલ્લે 28 ફેબ્રુઆરીના રોજ ઉધમપુરમાં મળી હતી, ત્યારબાદ એમની સાથે ફોન ઉપર જ વાત થતી.”

કર્નલ જયારે શહીદ થયા એની આગળની રાત્રે જ તેમની પત્નીને શંકા થઈ હતી અને તેના વિશે જણાવતા તેમને કહ્યું કે: “ક્યાંકને ક્યાંક કાલે રાત્રે જ અનુમાન લાગી ગયું હતું કે બધું યોગ્ય નથી જઈ રહ્યું, કારણે કે તેમનો કોન્ટેક્ટ નહોતો થઇ રહ્યો, અમારા લગ્નને 16 વર્ષ થઇ ગયા છે. એટલા સમયમાં આર્મીની ડ્યુટીમાં ખબર પડી જાય છે કે જો સંપર્ક ના થાય તો તેનો મતલબ છે કે તે કોઈ ઓપરેશનમાં છે. ત્યારે ચિંતા પણ થાય છે.”
Author: GujjuRocks Team