કોલ્ડપ્લેના ફેન્સ માટે ખુશખબર! આ વસ્તુઓ કોલ્ડપ્લે કોન્સર્ટને બનાવી દેશે યાદગાર, જુઓ કોન્સર્ટના મુખ્ય આકર્ષણો

આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાઈ રહ્યો છે. જેની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે, અમદાવાદ ખાતે પ્રથમવાર યોજાઈ રહેલ કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં જનારા પ્રેક્ષકોને અદ્ભુત અનુભવ થશે.

અમદાવાદ ખાતે યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ યુવા ધન હિલોળે ચડ્યું છે.તો બીજી તરફ કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. જો તમે કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવાના હો તો આ પાંચ વસ્તુઓ યાદગાર બનાવશે.

1. પ્રેક્ષકોને LED રિસ્ટબેન્ડ આપવામાં આવશે

LED રિસ્ટબેન્ડ અદ્ભુત અનુભવ કરાવશે. દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રિક્વન્સી ટેક્નોલોજીથી સજ્જ રિસ્ટબેન્ડ અપાશે. મ્યુઝિકની બીટ પર કામ કરતા રિસ્ટબેન્ડથી આખું સ્ટેડિયમ તેની લાઇટથી ઝગમગી ઊઠશે. ક્યુઆર કોડ થકી ટોપ-અપ કરી શકાશે. શૉ બાદ બેન્ડ પરત કરવો પડશે.

2. મૂન ગોગલ્સ, પેડલ બાઈક/ ફ્લોર, કોસ્મિક સ્ટેઝ

આ ઉપરાંત લોકોને મૂન ગોગલ્સ પણ આપવામાં આવશે. આતશબાજીમાં આ ચશ્મા પહેરવાથી અલગ અલગ કલરના હાર્ટ શેપ દેખાશે.
આનાથી કોસ્મિક એક્સપિરિયન્સ થશે. આ ગોગલ્સને ફેન્સ ઘરે લઇ જઈ શકશે. સ્ટેડિયમમાં પેડલ કાઇનેટિક બાઇક કે કાઇનેટિક ફ્લોર જોવા મળશે. ફેન્સ પેડલ મારીને કે ડાન્સ કરીને શોની એનર્જી વધારી શકશે.

3. સેન્સરી રૂમ, વાઇબ્રેટિંગ વેસ્ટ

કોન્સર્ટમાં ફેન્સ સબપેક્સ તરીકે વાઇબ્રેટિંગ વેસ્ટ (કોટી જેવું) પહેરી શકશે. કોન્સર્ટમાં સેન્સરી રૂમની પણ વ્યવસ્થા હશે. લોકો થોડીવાર બ્રેક લઈ ત્યાં બેસી શકાશે. વિઝ્યુલી ઇમ્પેર્ડ અને ખૂબ ઓછું સાંભળતા લોકો માટે પણ ત્યાં વ્યવસ્થા હશે.

4. મ્યુઝિકની બીટ સાથે અદ્ભુત લાઇટિંગનો અનુભવ

દેશના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મ્યુઝિકની બીટ સાથે અદ્ભુત લાઇટિંગનો અનુભવ ફેન્સને થશે. સ્ટેઝ પર વિવિધ પ્રકારની અદભૂત લાઇટિંગથી કોસ્મિક સ્ટેજનો અનુભવ થશે.

5. મ્યુઝિક બ્રેસલેટ, ટી-શર્ટ હૂડીઝ

સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના ઓફિશિયલ મર્ચન્ડાઇઝ સ્ટોલ હશે. જ્યાંથી કોલ્ડપ્લેના મ્યુઝિક બ્રેસલેટ પણ મળશે. આ ઉપરાંત કોલ્ડ પ્લેની હેટ (ટોપી), ટી શર્ટ, હૂડીઝ પણ મળશે. મ્યુઝિક સીડીઝ અને તેને લગતી ઘણી વસ્તુઓ ખરીદી શકાશે.

કોલ્ડપ્લે કોન્સર્ટનું ગ્રુપ અમદાવાદ આવી પહોંચ્યું છે અને આ ગ્રુપ ITC નર્મદા હોટેલમાં રોકાયું છે. નોંધનિય છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને લઇને અમદાવાદમાં સુરક્ષા સજ્જ છે. આ સાથે કોલ્ડપ્લે કોન્સર્ટ માટે ટ્રાફિક રૂટ પણ ડાયવર્ટ કરાયા છે. 1100 જેટલા પોલીસકર્મી ટ્રાફિક બંદોબસ્તમાં જોડાશે.

Twinkle