ઉત્તર પ્રદેશના આગરામાં એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. અહીં 8 દિવસ પહેલા એક કોલ્ડ સ્ટોરેજ માલિકના એકના એક દીકરાનું અપહરણ કરી તેની હત્યાનો અંજામ આપવામાં આવ્યો.આ ઘટનાને તેના જ મિત્રોએ જ 2 કરોડ રૂપિયાની ફિરોતી માટે અંજામ આપ્યો હતો.
થાના ન્યુ આગરાના દયાલબાગથી શીતગૃહ સ્વામી સુરેશ ચૌહાણના એકના એક દીકરા 25 વર્ષિય સચિનનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી. તે બાદ બલ્કેશ્વર ઘાાટ પર અંતિમ સંસ્કાર પણ કરી દીધો. રવિવારે રાત્રે પોલિસને સાબિતી મળી તે બાદ તે પાંચ યુવકને ઝડપી પાડવામાં આવ્યા. જેમાં એક મોટા કારોબારીનો દીકરો પણ સામેલ છે. પોલિસ તેમની સાથે પૂછપરછ કરી રહી છે. જલ્દી જ આ વિશે ખુલાસો કરવામાં આવી શકે છે.
સચિન એકનો એક હતો અને તેના પિતા મોટા કારોબારી હતા. એવામાં પોલિસે અપહરણના એન્ગલથી તપાસ કરવાની શરૂ કરી હતી. આ વચ્ચે તેના પિતા પાસે 2 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી. પોલિસ સાથે સાથે STF પણ આ કેસની તપાસમાં જોડાઇ ગઇ.
STF પ્રભારીએ જણાવ્યુ કે, રવિવારે રાત્રે સચિનના અપહરણ મામલે કમલાનગરના રહેવાસી હેપ્પી ખન્નાને પકડવામાં આવ્યો. તેના સાથે પૂછપરછ કરી તો તેણે ગુનો કબૂલ કર્યો. તેણે જણાવ્યુ કે, સુમિત અસવાની, મનોજ બંસલ અને રિંકુ સાથે મળી તે લોકોએ રિંકુની ગાડીથી સચિનના ઘર પાસેથી તેનું અપહરણ કર્યુ હતુ. સચિન તેમને ઓળખતો હતો એટલે તેણે કોઇ બૂમ ન મારી. તે લોકોએ સચિનની કારમાં જ ગળુ દબાઇને હત્યા કરી દીધી હતી.
કોરોનાનો ફાયદો ઉઠાવી આરોપીઓએ કિટ બેગમાં લાશને પેક કરી અને PPE કિટ પહેરી બલ્કેશ્વર શ્મશાન ઘાટ ગયા અને ત્યાં કોરોનાથી મોત થઇ હોવાનું જણાવી અને નામ રવિ શર્મા જણાવી તેનો અંતિમ સંસ્કાર કરી દીધો.
પોલિસે જણાવ્યુ કે, દયાલબાગ નિવાસી હર્ષ, સચિન અને તેના પિતા સાથે પાર્ટનરશિપમાં ઠેકેદારી કરતો હતો. સુુમિત અસવાનીનુ સચિન પર 40 લાખ રૂપિયાનું દેવુ હતુ અને ઘણા સમય સુધી માંગવા પર પણ તે પાછુ મળી રહ્યુ ન હતુ.

હર્ષે સુમિતને આ ઘટનામાં સામેલ કરી અને વાયદો કર્યો કે અપહરણ બાદ તે મધ્યસ્થતા કરીને 2 કરોડની ફિરોતી અપાવી દેશે. તેમાંથી એક કરોડ તેના હશે અને બીજા 1 કરોડ આપી દેશે. કોઇ કારણથી ફિરોતી ના મળી તો 40 લાખ રૂપિયા આપી દેશે. તે બાદ સુમિતે તેના સાથીઓ રિંકુ, મનોજ અને હેપ્પીને આમાં સામેલ કર્યા અને ઘટનાને અંજામ આપ્યો.