ખબર

ચીન સાથેની ઝડપમાં શહીદ થનાર કર્નલ સંતોષ બાબુની માતાને તેના પર ગર્વ, પણ એક વાતનું રહી ગયું છે દુઃખ

ગ્લવન ઘાટીમાં થયેલા ચીની સૈનિકો સાથેની હિંસક ઝડપમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થઇ ગયા, અને આ ઝડપમાં ચીનના 40 સૈનિકોના મારવાની અને ઘાયલ થવાની ખબર છે. ચીન સાથે થયેલી આ ઝડપની અંદર તેલંગાણા નિવાસી કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થઇ ગયા હતા.

Image Source

શહીદ થયેલા કર્નલ બાબુની મત મંજૂલાએ કહ્યું કે તેમને પોતાના દીકરાને ખોવાણું દુઃખ તો છે, પરંતુ દેશ માટેના તેના સર્વોચ્ચ બલિદાન માટે ગર્વ પણ છે. તો બીજી તરફ કર્નલ બાબુએ તેના પિતાના દેશ સેવાના સપનાને પણ સાકાર કર્યું છે.  તેમના પિતા પોતે જ સેનામાં ભરતી થઈને દેશની સેવા કરવા મંગતા હતા.

Image Source

શહીદના પિતા બી. ઉપેન્દ્રએ જણાવ્યું હતું કે: “હું પોતે જ સેનામાં જવા માંગતો હતો, પરંતુ એવું ના થઇ શક્યું અને મારે બેંકમાં નોકરી કરવી પડી, એટલા માટે મેં સંબંધીઓના ના કહેવા છતાં પણ મારા દીકરાને સેનામાં મોકલ્યો.” શહીદ કર્નલ સંતોષ બાબુ બિહારી રેજીમેન્ટના છે અને તે ભારતીય ટુકડીનું નૈતૃત્વ કરતા હતા.”

Image Source

તેલંગાંણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે પણ કર્નલ બાબુની શાળાંત ઉપર તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “સરકાર શહીદના પરિવારની સાથે છે. તેમને કેબિનેટ મંત્રી જગદીશ રેડ્ડીને રાજ્ય સરકારના પ્રતિનિધિ બનાવતા સમગ્ર સન્માન સાથે શહીદના અંતિમ સંસ્કારની જવાબદારી સોંપી છે.

Image Source

શહીદની માતા મંજુલા પણ દીકરાની શહાદત ઉપર ખુબ જ વ્યાકુળ છે. છતાં પણ તે પોતાના દીકરાની શહાદત ઉપર ગર્વ અનુભવે છે. તેમને કહ્યું હતું કે રવિવારની રાત્રે તેમની કર્નલ બાબુ સાથે વાત થઇ હતી. તેમને સીમા ઉપર તણાવ વિષે ચર્ચા કરી હતી અને દીકરાને સાવચેત રહેવા માટે પણ જણાવ્યું હતું. કર્નલ બાબુના પરિવારને મંગળવારે બપોરે જ તેમની શહાદતની સૂચના મળી હતી. તેમનો પાર્થિવ દેહ બુધવાર સુધી તેમના વતન સૂર્યપત પહોંચી જશે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના !! તેમના બલિદાનને અમે હંમેશા યાદ રાખીશું !! જય હિન્દ !! ૐ શાંતિ !!!

Author: GujjuRocks Team