ખબર

2000 કિમિ દૂર છે આર્મી કર્નલની લાશ, માતા-પિતા અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યા- જય હિન્દ

હાલ કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાને કારણે લોકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે આવન-જાવન બંધ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનની સ્થિતિમાં કર્નલ નવજોત સિંહ બલનું નિધન થતા તેના અંતિમ સંસ્કાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

અહીં શૌર્ય ચક્ર વિજેતા કર્નલ નવજોત સિંહ બલ (Navjot Singh Bal)ની કેન્સરના કારણે તેમણે ગુરુવારે દુનિયાને અલવિદા કહી દીધી હતી. તેઓ માત્ર 39 વર્ષના હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે આર્મી અધિકારીના વૃદ્ધ માતા-પિતા પોતાના પુત્રના અંતિમ સંસ્કાર કરવા માટે આશરે બે હજાર કિલોમિટર રોડ માર્ગથી ટ્રાવેલ કરી રહ્યા છે. સાહસી માતા-પિતા સડક માર્ગથી ગુરુગ્રામથી બેંગલુરુ જઈ રહ્યા છે જેથી પોતાના પુત્રના અંતિમ સંસ્કાર કરી શકે.

Image source

કર્નલ નવજોત સિંહ બલ વર્ષ 2002માં સેનામાં સામલે થયા હતા. તેમને શોર્ચ ચક્ર મળ્યું હતું. બલ ઈન્ડિયન આર્મીમાં બે પેરા રેજિમેન્ટનો ભાગ હતા. લગભગ એક વર્ષ પહેલા નવજોત સિંહ બલને કેન્સરની જાણ થઈ હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.