રસોઈ

માત્ર 5 મિનિટમાં બનાવો સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ નારિયેળની ચટણી, એ પણ ઘરે જ

મોટાભાગના સાઉથ ઇન્ડિયન ફૂડની સાથે નારિયેળની ચટણી ખાવામાં આવે છે. આપણે પણ જયારે બહાર રેસ્ટોરન્ટમાં કે લારી ઉપર સાઉથ ઇન્ડિયન જમવાનું જમીએ છીએ ત્યારે નારિયેળની ચટણી આપણને ખુબ જ પસંદ આવતી હોય છે.આપણે એ પ્રકારની ચટણી ઘરે બનાવવાનો પણ પ્રયાસ કરીએ છીએ તે છતાં પણ બહાર જેવી ચટણીનો સ્વાદ આવી શકતો નથી. પરંતુ આજે અમે તમને જે રીત જણાવીશું તે રીતે તમે જો ચટણી બનાવશો તો તે ખુબ જ સ્વાદિષ્ટ બનશે. આ રેસિપી દ્વારા તમે માત્ર 5 જ મિનિટમાં ચટણી બનાવી શકશો.

Image Source

નારિયેળની ચટણી બનાવવાની સામગ્રી:

 • 1/2 કપ નારિયેળ, મિક્સરમાં પીસેલા
 • 1/2 કપ દહીં
 • 1 1/2 મોટી ચમચી વનસ્પતિ તેલ
 • 1/4 ચમચી અડદ દાળ
 • 1/4 ચમચી ચણા દાળ
 • 3/4 ચમચી સરસવના બીજ
 • 2 સૂકા લાલ મરચા
 • 20 મીઠા લીમડાના પાન
 • મીઠું સ્વાદ અનુસાર
Image Source

નારિયેળની ચટણી બનાવવાની રીત:

 • એક કટોરીની અંદર પીસેલા નારિયેળ, દહીં અને મીઠું ભેળવી દેવું.
 • તેને બરાબર મિક્સ કરી અને બાજુમાં રાખી દેવા.
 • એક પેનની અંદર ધીમા તાપે વનસ્પતિ તેલ ગરમ કરો અને અડદની દાળ, ચણા દાળ, સરસવના બીજ, લાલ મરચા અને મીઠો લીમડો ત્યાં સુધી ભેળવો જ્યાં સુધી તે ફૂટવાના શરૂ ના થઇ જાય.
 • પેનનું મિશ્રણ બરાબર બની ગયા પછી ગેસ ઉપરથી ઉતારીને નારિયેળના કટોરામાં આ મિશ્રણ ઉમેરી દેવું.
 • ચટણીને સારી રીતે મિક્સ કરી લો.
  એક કટોરીમાં આ ચટણી સાથે ઢોસા, ઈડલી જેવી વસ્તુઓ પીરસો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.