પિઝા ખાતા પહેલા 100 વાર કરજો વિચાર ! જામનગરના US પિઝાના પીઝામાંથી નીકળ્યો વંદો, એક્સ આર્મી મેનને થયો કડવો અનુભવ

લોકોના આરોગ્ય સાથે થઇ રહ્યા છે ચેડાં, જામનગરમાં આઇસ્ક્રીમ બાદ હવે પિઝામાંથી નીકળ્યો વંદો

પિઝાના શોખીનો થઇ જાવ સાવધાન! જામનગરના યુએસ પિઝાના આઉટલેટના પિઝામાંથી વંદો નીકળ્યો, એક્સ આર્મીમેને કરી ફરિયાદ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Cockroach in US pizza : છેલ્લા ઘણા સમયથી રાજ્યમાંથી ફૂડ આઇટમમાંથી જીવાત નીકળવાની ઘટનાનો સિલસિલો યથાવત છે, હાલમાં જ જામનગરમાંથી છાશવાલાના આઇસ્ક્રીમમાંથી પણ જીવાત નીકળવાની ઘટના બની હતી, ત્યાં હવે જામનગરના US પિઝા સેન્ટર ખાતે પિઝામાંથી વંદો નીકળતા ચકચારી મચી ગઇ છે.

જામનગરમાં આઇસ્ક્રીમ બાદ હવે પિઝામાંથી નીકળી જીવાત
આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ફૂડ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. જામનગરના પંચવટી રોડ પાસે આવેલા US પિઝા સ્ટોરમાં એક્સ આર્મીમેન તેમના પરિવાર સાથે ગયા હતા, આ દરમિયાન જ પિઝામાં વંદો જોવા મળ્યો અને પછી આની ફરિયાદ તેમણે સ્ટોરમાં કરી અને તેઓએ માફી પણ માગી.

આઉટલેટ સીલ કરી દેવામાં આવ્યું
જો કે, આ મામલાની જાણ થતા જ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. મીડિયા રીપોર્ટ અનુસાર યુ.એસ પિઝાના આઉટલેટમાં જ્યારે FSLની ટીમ પહોચી તો સ્વચ્છતા ન જળવાતી હોવાને કારણે 5 દિવસ માટે આઉટલેટ સીલ કરી દેવામાં આવ્યું અને આઉટલેટના માલિક દ્વારા કીચનમાં દવાનો છંટકાવ કરી તેમજ પાણીના સેમ્પલનો રિપોર્ટ અને સ્વસ્છતા જળવાય તેની ખાતરી કરતું સર્ટિફિટેક મેળવ્યા બાદ જ આઉટલેટને ફરી ખોલવામાં આવશે.

આ પહેલા પણ આવી ઘણી ઘટના આવી ચૂકી છે સામે
ઉલ્લેખનીય છે કે, હજુ તો આ મહિને જ અમદાવાદમાંથી આવી ત્રણેક ઘટનાઓ સામે આવી હતી. જેમાં જોધપુરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતો વીડિયો વાયરલ થયો હતો. આ પહેલા એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.

Shah Jina