અમદાવાદ બાદ હવે સુરતના લા પિનોઝ પીઝામાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે મચાવ્યો હોબાળો, વીડિયો થયો વાયરલ

આ ફેમસ પિત્ઝા બ્રાન્ડના પિત્ઝામાં ફરી દેખાયો વંદો, જોઈને એવી ચિતરી ચઢશે કે ખાતા ભૂલી જશો!

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Cockroach from La Pino’s Pizza Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા  ખાણીપીણીની વસ્તુઓમાં હાઇજીન જળવાતું જોવા નથી મળીરહ્યું, છેલ્લા થોડા જ દિવસોમાં એવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં ઘણી જાણીતી શોપના ફૂડમાંથી જીવાત કે વંદા નીકળવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદના લા પિનોઝ પીઝા આઉટલેટમાં એક ગ્રાહકના બોક્સમાં જીવતા વંદા દેખાવવાની ઘટના સામે આવી હતી અને તેને લઈને પણ ખુબ જ હોબાળો મચ્યો હતો. ત્યારે હવે સુરતમાંથી એક ઘટના સામે આવી છે, જેમાં લા પિનોઝના પીઝામાંથી મરેલો વંદો નીકળ્યો.

દંપતી ખાવા ગયું હતું પીઝા :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઓલપાડ વિસ્તારતમાં કામરેજ ચાર રસ્તા પાસે આવેલા લા પિનોઝ પીઝાના સેન્ટરમાં એક દંપતી પીઝા ખાવા માટે ગયું હતું. તેમને પીઝાનો ઓર્ડર આપ્યો અને પીઝા આવતા જ તેને ખાવા જતા તેમાં એક જીવાત જેવું કઈ દેખાયું હતું. જેને ધ્યાનથી જોતા તે વંદો હોવાનું સામે આવતા જ દંપતી ઉશ્કેરાઈ ગયું હતું. ગ્રાહકે આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ હોબાળો પણ મચી ગયો હતો.

અંદરથી નીકળ્યો વંદો :

ત્યારે ગ્રાહકે આ મામલાને લઈને હોબાળો પણ મચાવ્યો હતો. તેમને આ મામલે મેનેજરને પણ ફરિયાદ કરી હતી. પરંતુ મેનેજર પણ કોઈ જવાબ આપી શક્યો નહિ. ત્યારે વીડિયો વાયરલ થતા જ ચકચારી પણ મચી ગઈ હતી અને આ રીતે લોકોના સ્વાસ્થ્ય સામે ચેડાં કરી રહેલી આવી બ્રાન્ડ સામે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. લા પિનોઝમાંથી આવી વધુ એક ઘટના બહાર આવવાને લઈને પીઝા રસિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મચી ગયો હોબાળો :

આજે લોકો હાઇજીન જળવાય તે માટે થઈને સ્ટ્રીટ ફૂડના બદલે બ્રાન્ડેડ ફૂડ શોપમાં જતા હોય છે. પરંતુ ત્યાં પણ હવે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા વારંવાર જોવા મળી રહ્યા છે. કેટલીય એવી બ્રાન્ડેડ ફૂડ શોપ છે જેમના ફૂડમાં જીવાત નીકળવાની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. લા પિનોઝમાંથી જ ટૂંક સમયમાં જ આ બીજી ઘટના પણ સામે આવી છે અને હાલ તેનો વીડિયો ચકચારી મચાવી રહ્યો છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel