ખબર

અમદાવાદની ખુબ જ લોકપ્રિય રેસ્ટોરન્ટના ઢોસામાંથી નીકળ્યો વંદો, રેસ્ટોરન્ટનું નામ જાણીને ધ્રુજી જશો

અમદાવાદની ખ્યાતનામ રેસ્ટોરન્ટે સંભારમાં દેખાયો વંદો, જોઇને ચીતરી ચડશે

Image Source

થોડાક દિવસ પહેલા અમદાવાદની ઓનેસ્ટ હોટલ ખાવામાંથી વંદો નીકળવાની ઘટના બાદ વધુ એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના ફૂડમાંથી વંદો નીકળવાની ઘટના બની છે. 7 Oct એક યુવતી દ્વારા અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ માંથી Online Food મંગાવેલ ફૂડમાંથી વંદો નીકળવાનો આરોપ મુક્યો છે. આ ઘટના સોમવારની છે. આ મામલે મામલે ગ્રાહકે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરેલી છે.

Image Source

અમદાવાદની સંકલ્પ રેસ્ટોરન્ટ ખુબ જ પ્રસિદ્ધ છે. મેમનગર રેસિડેન્ટલમાં આવેલી સંકલ્પ રેસ્ટોરન્ટ બ્રાન્ચ સામે એક ગ્રાહક દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે. વંદના ફોટો વાઈરલ થયા છે. અમદાવાદ જ નહિ પણ આખા ભારતમાં ઘણા બધા લોકો હવે આ એકલીકેશનના સહારે પોતાની પેટપૂજા કરે છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે સંભારમાં પીરસી દીધુ કંઇક એવું કે જોઇ ચીતરી ચડશે ડિજીટલ અને ફટાફાટ આ જમાનામાં ફૂડ ડિલિવરી એપ્સે ધમાકો કર્યો છે. લોકોને સ્વાદની સાથે Quality ઇચ્છતા હોય છે પણ જયારે આવી ઘટના બને ત્યારે કોઈ પણ ગ્રાહકનો મગજ જાય છે. સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય એ કોઈ સહન નથી કરી શકતું. આજકાલ મોંઘીદાટ અને ફેમસ હોટલોમાં પણ જીવડા કે વંદા નીકળે છે. તમને ખ્યાલ જ હશે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદનાં મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાં મણિનગરનું એક પરિવાર જમવા માટે ગયું હતું, જ્યાં ઢોંસામાંથી અંદરથી એક મરેલો વંદો જોયો હતો, ત્યારબાદ તો ત્યાં હાજર લોકોનો ગુસ્સો સાતમા આસમાને ચાલ્યો ગયો હતો. અને રેસ્ટોરન્ટ સાથે હોબાળો થયો હતો.

નોંધ: GujjuRocks.in આ ઘટનાની પૃષ્ટિ કરતી નથી, ફેસબુક પર દર્શાવેલ પોસ્ટ દ્વારા આ માહિતી લેવામાં આવી છે