એક્ટિવાના હેન્ડલમાં છુપાઈને બેઠો હતો કોબરા સાપ , એક દમ ઉઠાવી ફેણ અને લોકો બૂમો પાડી ઉઠ્યા, જુઓ વીડિયો

એક્ટિવાની અંદર એવી રીતે છુપાઈને બેઠો હતો કોબરા નાગ કે જેવી કાઢી ફેણ લોકો ચીસો પાડી ઉઠ્યા..જુઓ વીડિયોમાં

હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે અને આ સમયે ઝેરી જાનવરો નીકળવાની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે હોય છે. જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જોવા મળે છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કોબરા નાગ એક્ટિવાના હેન્ડલમાં છુપાઈને બેઠેલો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક કોબરા નાગ એક્ટિવાના હેન્ડલમાં ફસાયેલો છે, જયારે તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે પોતાની ફેણ સાઈડના કાચ આગળથી બહાર કાઢે છે. અને આ  નજારો જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ચીસ પાડી ઉઠે છે.

આ ઘટનાને આસપાસ ઉભેલા લોકોએ  તેમના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી. અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા તે વાયરલ થઇ ગયો હતો. આ વીડિયોને જોઈને ઘણા લોકો પણ હેરાન રહી ગયા છે સાથે જ ચોમાસાના સમયમાં પોતાના વાહનની અંદર કાળજી રાખવાનું પણ જણાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આજ વીડિયોની અંદર આગળ એ પણ જોઈ શકાય છે કે એક્ટિવાની પાસે ઉભેલો એક વ્યક્તિ આ સાપને રેસ્ક્યુ કરી લે છે. રેસ્ક્યુ કરતા પહેલા સાપ તેના ઉપર હુમલો કરતા પોતાની ફેણ પણ ઉઠાવે છે તેને જોઈને લોકો પણ ચીસ પાડી ઉઠે છે.

Niraj Patel