ખબર

કાળા રંગનો ખતરનાક કિંગ કોબરા ગ્લાસમાંથી પાણી પી રહ્યો હતો, વીડિયો જોઈને તમે પણ ધ્રુજવા લાગશો

દરેક વ્યક્તિને સાપની બીક લાગતી હોય છે, જયારે પણ ઘરમાં કે જાહેર રસ્તા ઉપર પણ સાપ નીકળે ત્યારે કોઈપણ માણસ ચીસ પાડી ઉઠતું હોય છે. તો વિચારો તમારી સામે અચાનક કિંગ કોબરા આવીને ઉભો થઇ જાય તો ?? શું હાલત થાય ? માત્ર કલ્પનાથી જ આપણે ધ્રુજી ઉઠીએ. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં કિંગ કોબરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા ઉપર કિંગ કોબરાના ઘણા વીડિયો તમે જોયા હશે પરંતુ આ વીડિયોની અંદર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. આ વીડિયોની અંદર બ્લેક રંગનો કિંગ કોબરા ગ્લાસમાંથી પાણી પીતો જોવા મળી રહ્યો છે. કોબરાને આ પ્રકારે પાણી પીતો જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે. લોકો એ વ્યક્તિની હિંમતને દાદ આપી રહ્યા છે જે આ કોબરાને પાણી પીવડાવી રહ્યો છે.

વીડિયોમાં દેખાઈ રહેલો સાપ દુનિયાનો સૌથી ખતરનાક પ્રજાતીઓમાંથી એક બ્લેક નેક સ્પિટિંગ કોબરા છે. આ સાપને એક વ્યક્તિ પાણી પીવડાવતો જોવા મળી રહ્યો છે. સાપ ગ્લાસમાં દેખાઈ રહેલા પાણીને પહેલા ચાખે છે. સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે જે વ્યક્તિ આ સાપને પાણી પીવડાવી રહ્યો છે તેને કોઈ નુકશાન નથી પહોંચાવતો !

 

View this post on Instagram

 

A post shared by Royal Pythons (@royal_pythons_)


સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વાયરલ વીડિયોને જોઈને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, તો ઘણા લોકો આ ખતરનાક સાપથી સાવધાન રહેવાની પણ ચેતવણી આપી રહ્યા છે.