...
   

BIG BREAKING : પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ- બે પાઇલટ અને એક ડાઇવર ગુમ

ગુજરાતના પોરબંદરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતું ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટરનું અરબી સમુદ્રમાં ક્રેશ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર ભારતીય કોસ્ટગાર્ડના બે પાઇલટ ગુમ હોવાની ખબર સામે આવી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યો છે, પણ ત્રણ લોકો લાપતા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડનું (ICG) હેલિકોપ્ટર અરબી સમુદ્રમાં ઓઈલના ટેન્કર પર એક કર્મચારી ઈજાગ્રસ્ત હતો તેને રેસક્યૂ કરવા માટે જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. સોમવારે મોડી રાત્રે પોરબંદર નજીક દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થયું હતું, જેમાં પાઈલટ સહિત ચાર લોકો સવાર હતા.

હેલિકોપ્ટર ક્રેશ થતા 4માંથી 3 પાયલોટ ગુમ થયા હતા જ્યારે 1 પાયલોટનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. જો કે હજુ પણ 3 પાયલોટ ગુમ છે. ઈન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ 45 કિમી દૂર દરિયામાં હતું અને આ દરમિયાન અચાનક ખામી સર્જાવાને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું.

Shah Jina