આ ટીચરે તો હદ જ કરી દીધી ! કોચિંગની ફી ન આપી શકી વિદ્યાર્થીની તો તેની સાથે જ કરી લીધા લગ્ન, વાયરલ થયો વીડિયો

તમે સોશિયલ મીડિયા પર ઘણા આશ્ચર્યજનક અને ફની વીડિયો જોયા હશે, પરંતુ આજે અમે તમને એવો એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમે ચોંકી જશો, સાથે જ તમે વિચારવા પર મજબૂર થઈ જશો. શું તમે આ પહેલા ક્યારેય સાંભળ્યું છે કે કોચિંગ ફી ન ચૂકવવા બદલ શિક્ષકે વિદ્યાર્થીની સાથે લગ્ન કરી લીધા ? આ બહુ અજીબ વાત છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો વિશ્વાસ નથી કરી શકતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક આધેડ અને તેની બાજુમાં એક છોકરીને ઉભેલા જોઈ શકો છો. વીડિયોમાં તમે એમ કહેતા સાંભળી શકો છો કે ‘હું કોચિંગ ચલાવું છું.. આ છોકરી મારા કોચિંગમાં ભણતી હતી’. કોચિંગ ફી ન ભરી શકવાને કારણે મેં આની સાથે લગ્ન કરી લીધા. શિક્ષકની આ વાત સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ વીડિયોને જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

લોકો કમેન્ટ્સ દ્વારા વિચિત્ર સવાલો પણ પૂછી રહ્યા છે.વીડિયો સામે આવ્યા બાદ લોકોને ટીચરની આ વાત ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી. વીડિયો જોઈને ઘણા યુઝર્સે તો એમ પણ કહ્યું કે આ શિક્ષકે હદ વટાવી દીધી છે અને ફી ન ભરવાને કારણે શિક્ષકે વિદ્યાર્થીની લાચારીનો ફાયદો ઉઠાવ્યો છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે પણ હાલ સામે આવ્યુ નથી.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

પરંતુ તમે જોઈ શકો છો કે આધેડની સાથે ઉભેલ છોકરીની માંગમાં સિંદૂર ભરેલું છે.આ માણસ પોતે જ પોતાને ટ્યુશન ટીચર જણાવી રહ્યો છે. આ વાયરલ વિડિયોને bhutni_ke_memes નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ બોક્સમાં વ્યક્તિને નિશાન બનાવી રહ્યા છે.

Shah Jina