...
   

“તમે છોકરીઓ છો..!” ફૂટબોલ મેચ હાર્યા તો કોચે જમીન પર સૂવડાવી લાતોથી ખેલાડીઓને માર્યા, વિડીયો વાયરલ

તમિલનાડુના સેલમમાં એક પીટી શિક્ષકે ફૂટબોલ મેચ હાર્યા પછી ખેલાડીઓને ખરાબ રીતે માર્યા. મેચ બાદ બાળકો પર લાતો અને થપ્પડોનો વરસાદ કરવામાં આવ્યો હતો. તેમજ બાળકોના વાળ પણ શિક્ષકે ખેંચ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો 10 ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ખાનગી શાળાના આ પીટી શિક્ષકનું નામ અન્નામલાઈ છે. વીડિયો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જો કે આ વીડિયો ક્યારનો છે તેની માહિતી સામે આવી નથી. સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સેલમના મુખ્ય શિક્ષણ અધિકારી (CEO) એમ.કબીરે જણાવ્યું હતું કે શિક્ષકને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી હતી.

અન્નામલાઈ પણ બાળકો સાથે દુર્વ્યવહાર કરતા હતા. તે દરેક ખેલાડી પાસે ગયો, તેને કહ્યું કે તેણે ક્યાં ભૂલ કરી છે. આ પછી તેણે બધાને એક પછી એક થપ્પડ મારી. કેટલાકના વાળ પણ ખેંચાય છે. આ દરમિયાન શાળાના અન્ય બાળકો અને શિક્ષકો પણ ત્યાં હાજર હતા. જોકે, આ દરમિયાન કોઈએ બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો.

અન્નામલાઈ 22 વર્ષથી શાળામાં કામ કરતી હતા . અન્નામલાઈ કોલાથુરની એક ખાનગી શાળામાં પીતી શિક્ષક  હતા. સ્કૂલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર અન્નામલાઈ છેલ્લા 22 વર્ષથી સ્કૂલમાં કામ કરી રહ્યા હતા. વિડિયોમાં તેની હરકતોથી શાળાની છબી ખરાબ થઈ છે. અન્નામલાઈએ તેમની ક્રિયા માટે સમજૂતી આપી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી.

Swt