ડોક્ટરે કહ્યુ- એપોઇન્ટમેન્ટ લઇને આવો, બસ પછી શું CMની દીકરીને તો આવી ગયો ગુસ્સો અને ડોક્ટરને માર્યો લાફો- વીડિયો થયો વાયરલ

દીકરીના કારનામાંથી બાપ CM ની હાલત ખરાબ થઇ ગઈ, CM ની દીકરીનો પાવર તો જુઓ, ડોક્ટરને ઢીબી નાખ્યો

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા એ વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે, જ્યાં ઘણા ફની તો ઘણા ચોંકાવનારા વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે હાલમાં જ કેટલાક સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં મિઝોરમના સીએમ જોરામથાંગાની પુત્રી મિલારી છાંગટે જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ પણ થયો હતો. આ વીડિયોમાં મિલારી ડૉક્ટરને થપ્પડ મારતી જોવા મળી હતી. વીડિયો વાયરલ થયા બાદ સીએમ જોરામથાંગાએ જાહેરમાં માફી માંગવી પડી હતી.

વાયરલ વીડિયો અનુસાર, સીએમની પુત્રી આઈઝોલના એક ક્લિનિકમાં ડૉક્ટરની ચેમ્બરમાં બળજબરીથી ઘૂસતી જોવા મળી અને પ્રવેશતાની સાથે જ તેણે ડૉક્ટરને લાફો માર્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 17 ઓગસ્ટની છે. મિલારી એપોઇન્ટમેન્ટ વિના ક્લિનિકમાં ત્વચારોગ ડૉક્ટરને મળવા માંગતી હતી. પણ ડોક્ટરે તેને એપોઈન્ટમેન્ટ લઈ આવવા કહ્યું. આના પર તે ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં ડોક્ટરને થપ્પડ મારી દીધી. ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી અને ચેમ્બરની બહાર લઈ ગયો. બાદમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થઇ ગયો હતો.

આ ઘટના બાદ 20 ઓગસ્ટના રોજ લગભગ 700 નારાજ ડોક્ટરોએ આઈઝોલમાં પ્રદર્શન કર્યું હતું. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના મિઝોરમ યુનિટે વિરોધનું નેતૃત્વ કર્યું હતું. ડોક્ટરોએ પોતપોતાની હોસ્પિટલોમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. IMAએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ ઇચ્છતા નથી કે આ પ્રકારની ઘટના ફરી બને.ઘટનાના ત્રણ દિવસ પછી, સીએમ જોરામથાંગાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માફીપત્ર પોસ્ટ કર્યું. માફીપત્રમાં, તેમણે અને તેમની પત્નીએ લખ્યું કે તેમના સમગ્ર પરિવાર પાસે તેમની પુત્રીના ડૉક્ટર પ્રત્યેના વર્તનના બચાવમાં કંઈ કહેવાનું નથી.

 

View this post on Instagram

 

A post shared by Zoramthanga (@zoramthangaofficial)

તેમણે પુત્રી દ્વારા માર મારવામાં આવેલા ડૉક્ટરની માફી માંગી. પત્રમાં તેમણે કહ્યું હતું કે તેઓ તેમની પુત્રીના આચરણને કોઈપણ રીતે યોગ્ય ઠેરવશે નહીં. મુખ્યમંત્રી જોરામથાંગાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે નિવેદન જારી કર્યું તેમાં કહેવામાં આવ્યું છે કે સીએમ અને તેમના પત્ની ડોક્ટર પાસે માફી માંગવા ગયા હતા. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, નિવેદનમાં તેણે લખ્યું, “અમે મિલારી છાંગટેના પરિવારને તેની ડૉક્ટરની સારવારના બચાવમાં કહેવા માટે કંઈ નથી. અમે સંપૂર્ણપણે ખોટા છીએ અને ડૉક્ટર અને લોકોની માફી માંગીએ છીએ.

ડૉક્ટર અને તેમના પરિવારના સભ્યો તેઓ ખૂબ જ સરસ હતા અને તેઓ અમારી વાત સમજી ગયા હતા કે તે અમારા માટે પણ શરમજનક હશે. અમે એમ પણ કહેવા માંગીએ છીએ કે આવી ઘટના ફરીથી ન બને તે માટે અમે જે પણ કરવું પડશે તે કરીશું.” મિલારી છાંગટેના મોટા ભાઈ અને સીએમના પુત્રએ પણ સોશિયલ મીડિયા પર માફી માંગી અને કહ્યું કે માનસિક તણાવને કારણે તેની બહેનની ઠંડક ગુમાવી દીધી હતી.

Shah Jina