CM યોગીનો જબરો ફેન: ભારત અને ઇંગ્લેન્ડની લાઈવ મેચમાં બુલડોઝરની તસવીર હાથમાં લઈને મેદાનમાં જોવા મળ્યો ચાહક, વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં બંને ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. પહેલી મેચ મંગળવારે 12 જુલાઈના રોજ લંડનના ઓવલ ખાતે રમાઈ હતી, જેમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીતથી ભારતીય ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. જેના બાદ આજે બીજી વન-ડે મેચ છે.

પહેલી મેચ દરમિયાન બનેલી એક ઘટનાએ સૌને હેરાન કરી દીધા.  લાઈવ મેચમાં એક ક્રિકેટ ચાહક બુલડોઝરની તસવીર સાથે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો અને સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે તેને આ તસવીરને ઉગ્રતાથી બતાવી. આ પ્રશંસકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરવાળી ટી-શર્ટ પણ પહેરી છે. તેનો એક વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાને યોગીનો ફેન ગણાવી રહ્યો છે.

આ પ્રશંસકે વીડિયોમાં આગળ કહ્યું, ‘પોતાને સર્વશક્તિમાન માનતા તમામ અપરાધીઓ અને માફિયાઓએ ઉત્તર પ્રદેશ છોડી દીધું છે. હું અહીં ઓવલ સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યો છું. અહીં બધા મારી ટી-શર્ટ જોઈને કહે છે કે તમે બાબાના રાજ્યમાંથી છો.” વીડિયોમાં આ પ્રશંસકે પોતાને યુપીનો રહેવાસી ગણાવ્યો છે.

તેને વીડિયો સંદેશમાં કહ્યું, “હું અહીં મારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સમર્થનમાં આવ્યો છું. પહેલા લોકો ઉત્તર પ્રદેશમાં જઈને રહેવાથી ડરતા હતા. અગાઉ એ રાજ્ય લૂંટ, ખસોટ, ફિરોતી અને ગુંડાગીરીના નામથી પ્રખ્યાત હતું. પરંતુ જ્યારથી બાબા યોગી આદિત્યનાથે આ બુલડોઝર ચાલુ કર્યું ત્યારથી ત્યાં વિકાસની ગંગા વહેતી થઈ છે.”

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડેની વાત કરીએ તો યજમાન ટીમ 25.2 ઓવરમાં માત્ર 110 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 19મી ઓવરમાં 188 બોલ બાકી રહેતા કોઈ વિકેટ ગુમાવ્યા વિના 10 વિકેટે મેચ જીતી લીધી હતી. રોહિતે અણનમ 76 અને શિખર ધવને અણનમ 31 રન બનાવ્યા હતા. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 114 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી થઈ હતી.

Niraj Patel