આવતી કાલે સમગ્ર દેશમાં ખેડૂતોના હકોને લઈને ભારત બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આ બધા વચ્ચે જ ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમને ગુજરાતમાં કોઈ બંધ નહિ પાડવામાં આવે તેવું સ્પષ્ટ જણાવ્યું છે.

સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, “આવતીકાલે ગુજરાત ચાલુ રહેશે, આવતીકાલે બધું જ ચાલુ રહેશે, બંધના નામે કોઈએ જો બળજબરીથી બંધ કરાવાશે તો તેની સામે કેસ થશે. બંધના નામે કાયદો અને વ્યવસ્થા બગાડનાર સામે કાયદાકીય પગલા લેવામાં આવશે.”

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે: “ખેડૂતો ક્યાંય મેદાનમાં નથી, આંદોલનમાં નથી, અસંતુષ્ટ પણ નથી. દેખાડો કરવા માટે બંધનું એલાન અપાયું છે.” સીએમ રૂપાણીના નિવેદનથી એ સ્પષ્ટ થાય છે કે આવતી કાલે ગુજરાતની અંદર બંધની કોઈ અસર દેખાય નહીં, બધું જ રાબેતા મુજબ ચાલુ રહેશે.