મુખમંત્રીની મુલાકાત વખતે 7 વર્ષના બાળકે કર્યું ગજબનું રિપોટીંગ, CMએ વીડિયો શેર કરી કર્યા વખાણ…

સોશિયલ મીડિયા પર બાળકોના ટેલેન્ટની ખૂબ પ્રશંસા થાય છે. ડિજિટલ જગતમાં બાળકોના વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં જ ‘બચપન કા પ્યાર’ ગીત ગાનાર બાળકે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. તે પછી હવે રિપોર્ટિંગ કરવા વાળો બાળકનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. મણિપુરના આ બાળકે મુખ્યમંત્રીનું પણ દિલ જીતી લીધું છે.

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મણિપુરના મુખ્યમંત્રી એન.બીરેન સિંહે શેર કર્યો છે. આ વીડિયોમાં 7 વર્ષનું બાળક દેખાઈ રહ્યું છે, જેણે ડિજિટલ જગતમાં અચાનક ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં બાળક કોઈ સિનિયર રિપોર્ટરની જેમ રિપોટીંગ કરી રહ્યો છે.

ઊંચાઈ પર ઉભેલો બાળક કહી રહ્યો છે કે અહીંયા તેમની રાહ જોતી ઘણી બધી ગાડી ઉભી છે. જો તમને સમાચાર સાંભળવામાં રસ છે, તો તમે કેટલાક સ્ટાર રિપોર્ટરના નામથી પણ પરિચિત હશો. હવે તમારી ફેન લિસ્ટમાં આ બાળકનું નામ પણ ઉમેરી દો.બાળક પુરી ઘટનાક્રમને તેના અલગ અંદાજમાં રિપોર્ટ કરતો નજર આવી રહ્યો છે.

આ બાળકે તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહની મુલાકાત પર લાઇવ રિપોર્ટિંગ કર્યું હતું. મુખ્યમંત્રી સેનાપતિ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે જિલ્લા હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં નજીકમાં એક બાળકનુ ઘર હતું.

તે બાળકે સમગ્ર કાર્યક્રમનું આટલું મોટું કવરેજ કરતા વીડિયો શૂટ કરાવ્યો કે મુખ્યમંત્રી પણ તેમના ચાહક બની ગયા. વીડિયો શેર કરતી વખતે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે જેથી તેઓ પણ બાળકનું ટેલેન્ટ જોઈ શકે.

Patel Meet