લોકડાઉન 5.0: ગુજરાતમાં હોટેલ, રેસ્ટોરન્ટ, શાળા-કોલેજો-કોચિંગ ક્લાસિસ,વેપાર-ધંધા લઈને આવી સૌથી મોટી ખબર

0

આખા ભારતમાં લોકડાઉન 4.0 આવતી કાલે એટલે કે 31 મેના રોજ પુર્ણ થઇ રહ્યું છે. તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, લોકડાઉન 5.0 માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. આપણે ગુજરાતમાં સુરત અને અમદાવાદ સિવાય મોટે ભાગે છુટછાટ આપી હતી. હવે અનલોક 1માં વધારે છુટછાટ તરફ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આગળ વધી રહ્યા છે.

સરકારે જણાવ્યું કે હવેથી રાત્રે 7 વાગ્યે જે કર્ફ્યું લાગતો હતો તે હવે રાત્રે 9 PM થી સવારે 5 AM સુધી કર્ફ્યું રહેશે. દરેક દુકાનો બપોરે 4 વાગ્યે બંધ કરાતી હતી તે હવે સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાની રહેશે. ઓડ ઇવન સિસ્ટમ બંધ કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બજારની તમામ દુકાનો અને ઓફીસો ખોલવા માટેની મંજૂરી આપવામાં આવે છે.

ગુજરાતમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં ફક્ત જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં

લોકો સરળતાથી આવજા કરી શકે એના માટે ગુજરાતમાં ST ચાલશે (60 % બેઠક). બાઈકમાં પરિવારના સભ્ય સાથે 2 માણસને સવારીની છૂટ, પરંતુ માસ્ક ફરજીયાત રહેશે

રેસ્ટોરન્ટો, ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ બધા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન્સ પ્રમાણે 8 જૂન પહેલા શરૂ થશે નહીં. કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના બધા જ વિસ્તારમાં સવારે 8 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી વેપાર-ધંધો ચાલુ રાખી શકાશે

વધુમાં જણાવ્યું કે રીક્ષા ચાલકો માટે પણ સારા સમાચાર છે. અમદાવાદ-સુરત સહિત સમગ્ર રાજ્યમાં રીક્ષા ચલાવવા પર છૂટ આપવામાં આવી છે. ડ્રાયવર સહિત 2 પેસેન્જરને બેસાડી શકાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફક્ત જીવન જરૂરી ચીજવસ્તુઓ સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવી નથી. આવતીકાલે આ કન્ટેઇન્ટમેન્ટ ઝોનની જાહેરાત કરવામાં આવશે.

Image Source

આ સાથે જ ગુજરાતમાં ફરી એકવાર કોવિડ દર્દીનો પોઝિટિવનો આંક 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં આપણા રાજ્યમાં ન્યુ 412 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ પોઝિટિવ આંક 16356 થયો છે. જ્યારે રાજ્યમાં મોતનો કુલ આંક 1007 થયો છે. અને રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 9230 થયો છે.

આજના ન્યુ કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 284, સુરત 55, વડોદરા 28, પાટનગર ગાંધીનગર 12, અરવલ્લી 6, બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠા 3-3, આણંદ-પાટણ-જામનગર-છોટા ઉદેપુરમાં 1-1, ભાવનગર-મહીસાગર-કચ્છ-પોરબંદર-અમરેલીમાં એક એક કેસ અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા હતા.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.