ખબર

ગુજરાતમાં ફરી લોકડાઉન અંગે શું વિચારણા ચાલી રહી છે ? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સ્પષ્ટતા

કોરોના વાયરસના કારણે દેશભરમાં છેલ્લા ઘણા દિવસોથી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું, અને હાલ થોડા દિવસ પહેલા જ લોકડાઉનમાં ભારે છૂટછાટ મળી ગઈ છે, પરંતુ હજુ પણ કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ધરખમ વધારો થતો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં એવી વાતો ચાલી રહી છે કે સરકાર દ્વારા એકવાર ફરી લોકડાઉન કરવામાં આવી શકે છે, અને મળેલી છૂટછાટ પાછી પણ લઇ શકાય એમ છે.

Image Source

આ બાબતે સ્પષ્ટતા કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી લોકડાઉન થવા અંગેની વાતો માત્ર અફવા જ છે, રાજ્ય સરકારે લોકડાઉન ફરીથી લાગુ કરવા માટેનો કોઈ વિચારણા કરી નથી, આવી ખોટી અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે ના દોરવા પણ તેમને અપીલ કરી હતી.

Image Source

મુખમંત્રી વિજય રૂપાણીએ આ બાબતે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે 1 જૂન થી અનલૉક થવાને કારણે રાજ્યમાં જનજીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ, ધંધા, રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.