ખબર

બ્રેકીંગ ન્યુઝ: શું ફરી ગુજરાતમાં લોકડાઉન લાગશે? જલ્દી વાંચો CM રૂપાણીનો જવાબ

હાલ એક તરફ કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનાને કારણે અમદાવાદમાં 60 કલાક સુધીનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન અને શાળાઓ શરૂ કરવા મુદ્દે સીએમ રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Image source

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ વીક એન્ડ લોકડાઉન છે. ગુજરાતમાં હવે કોઈ લોકડાઉન નહીં થાય. માસ્ક નહીં પહેરે તેમને દંડ ફટકારવામાં આવશે. અફવાઓથી સાવધાન રહો. હાલ કર્ફ્યૂ માત્ર અમદાવાદ પૂરતો જ છે. ગુજરાતમાં લોકડાઉનની અફવાને રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા સરકાર સજ્જ છે. શાળાઓ ખોલવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

Image source

વધુમાં જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા રૂપે અમદાવાદમાં શનિવાર-રવિવારએ કર્ફ્યુ રાખવામાં આવ્યું છે. આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. કર્ફ્યુ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે.

આ કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કામ ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

Image source

આ સાથે જ 20 એમ્બ્યુલન્સ તાકીદની અસરથી વધારવામાં આવી છે. 300 ડોકટરોનો કાફલો બોલાવવામાં આવ્યો છે. આ સાથે જ 300 મેડિકલ સ્ટુડન્ટની ફાળવણી પણ કરવામાં આવી છે. 800થી વધુ બેડ તાકીદે ઉભા કરવામાં આવ્યાનું સત્તાવાર જાહેર થયુ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સતત સંકલનમાં છે. લોકો ટોળે વળવા લાગ્યા હોય કોર્પોરેશને સખત પગલાઓ લીધા છે. એસીએસ ગુજરાત ડો.રાજીવ ગુપ્તાએ આ જાહેરાત કરી છે.

હાલ અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલમાં 2237 અને ખાનગી હોસ્પિટલમાં 400 પથારી સહીત કુલ 2637 પથારીઓ ખાલી છે. અમદાવાદમાં કર્ફયુને ધ્યાનમાં રાખીને રાતે 9 વાગ્યા પછી 350 એસટીના પૈડાં પણ થંભી જશે. બહારગામથી અમદાવાદ થઈને જતી બસો બાયપાસ થઈને જતી રહેશે.