ખબર

CM રૂપાણીએ તૌકતે વાવાઝોડાને લઈને આપ્યા સૌથી મોટા સમાચાર, જાણો ફટાફટ

“તૌકતે” વાવાઝોડું બે દિવસથી ગુજરાતની અંદર આવી ચૂક્યું છે જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે તબાહી પણ જોવા મળી છે. તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે આ બાબતે સીએમ રૂપાણી દ્વારા પણ અપડેટ આપવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તૌકતેના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. અને આજે સવારે પ્રેસ કોન્ફ્રન્સ કરીને લોકોને માહિતગાર પણ કર્યા હતા.

ત્યારે આ બાબતે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, “વાવાઝોડું અલગ અળગ વિસ્તારોમાં આગળ વધતું જશે. ગઈકાલે 160 કિલોમીટર પ્રતિ કલાક હોવાની તેજ ગતિ આજે 105 સુધી ગતિ છે. વાવાઝોડું નબળું પડી રહ્યું છે. આટલા બધા કલાક વાવાઝોડું ચાલે એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી બાબતો ચિંતાજનક બનશે. તંત્રની એડવાન્સ પ્લાનિંગ કરી છે તેના કારણે મોટી દુર્ઘટના ઘટી નથી. મોટી જાનહાની થઈ નથી.”

વાવાઝોડાના કારણે રાજ્યની અંદર 3 લોકોના મોત પણ થયા છે. નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. તૌકતે વાવાઝોડું અમદાવાદમાં ધોલેરા તરફ હવે આગળ વધી રહ્યું છે.