પિતા વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ ભાવુક થઇ દીકરી, જુઓ પોસ્ટ શેર કરી શું લખ્યુ

ગુજરાતમાં વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદેથી રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલને રાજયના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે સોમવારના રોજ ગુજરાતના CM પદના શપથ લીધા. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની દીકરી રાધિકા રૂપાણીએ સોશિયલ મીડિયા પરથી એક રાજનીતિક ઘટનાક્રમ પર પોતાની વાત રાખી છે. તેમણે તેમના પિતાને લઇને સવાલ કર્યો છે કે, શું સરળ હોવુ રાજનીતિમાં ગુનો છે ?

તેમણે લખ્યુ કે, કાલે ઘણા રાજનીતિક વિશ્લેષકોએ  તેમના કામ અને ભાજપા કાર્યકાળની વાતો કરતા નાની-નાની વાતો કહી, હું તેમની  આભારી છુ. તેમના અનુસાર પપ્પા (વિજય રૂપાણી)નો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે.

આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને બીજા નંબરની પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી તેમજ તેમણે વધુમાં કહ્યુ હતુ કે, મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકો સાથેુ બેસાડી જમાડ્યા હતા.

તેમણે આગળ લખ્યુ કે, નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમને રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે મારા પપ્પા એ વ્યક્તિમાંના એક છે કે જે મોદીજી કરતા પણ પહેલા વિઝિટ માટે પહોંચ્યા હતા. (My father was the first person to visit even before Modiji visited the premises) મને સાથે લઇ ગયા હતા કે અમે રિયાલિટી અને લોકસંવાદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેશ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે.

વિજય રૂપાણીની દીકરી રાધિકા રૂપાણીએ જણાવ્યુ કે, વર્ષો સુધી અમારા ઘરના સીમ્પલ પ્રોટોકોલ હતા.
1.કોઇનો પણ રાત્રે ૩ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી.
2.ઘરે કોઇપણ વ્યક્તિ કોઇ પણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ.
3.અમારે સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.
4.પહેલા ભણવાનું અને પછી જ મોજ મજા.

અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં સેટ છીએ, અમે ડાઉન ટુ અર્થ છીએ, અને એનો બધો શ્રેય માતા-પિતાને જાય છે. તેમનો આભાર.

આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે, એમ્બ્યુલન્સ મગાવશે. એમનો આ સ્વાભવ આજકાલનો નથી જન્મજાત સ્વભાવ છે. હંમેશા ક્લિયર થિંકિંગ અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.

કાલે મે એક ન્યુઝ હેડલાઇન વાંચી – Vijaybhai’s soft spoken image worked against him. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શુ રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? Isn’t it a necessary quality we need in a leader ? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવુ વ્યક્તિત્વ એટલે Soft spoken image ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે.

સીએમ ડેશ્કબોર્ડથી માંડીને land garbing act, love Jihad, GUJCOCA, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવુ એ જ નેતાની નીશાની છે ?
અમારા household માં ઘણીવાર discussion થયુ છે કે જ્યારે આટલું બધુ corruption, negativity Indian politics માં prevalent છે. ત્યારે સાદુ વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ – will it survive ? will it be enough ? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ Indian movies and age old perception થી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામા આવી છે.

આપણે એ જ perception બદલવાનું છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યુ નથી. એ જ એમની ખાસીયત છે. જે કોઇ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઇનો કાર્યકાળ સમાપ્ત. અમારા મતે Nuisance કે Resistance કરતા RSS અને BJP ના સિધ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું is more courageous than anything else!! જય હિન્દ, ભારત માતાની જય…

Shah Jina