ખબર

રાજકોટ: 108 એમ્બ્યુલન્સની એક ભૂલના કારણે CM વિજય રૂપાણીના માસિયાઈ ભાઈનું મૃત્યુ- વાંચો અહેવાલ

લોકોના જીવ બચાવવા માટે અને તુરંત જ સારવાર માટે લોકો 108નો સહારો લેતા હોય છે. પરંતુ ઘણી વાર આમ જનતાને 108નો ખરાબ અનુભવ પણ થતો હોય છે.

મીડિયામાં પ્રકાશિત કરવામાં આવેલી માહિતી પ્રમાણે સીએમના માસીયાઈ ભાઈનું 108ની બેદરકારીના કારણે મોત નિપજ્યુ છે.

ગત 4 ઑક્ટોબરના સૌરાષ્ટ્રકલાકેન્દ્રમાં રહેતા સીએમ વિજય રૂપાણીના માસીયાઈ ભાઈ અનિલભાઈ સંઘવીને શ્વાસમાં તકલીફ થતા તેના પુત્રએ 108ને ફોન કર્યો હતો. પરંતુ શરૂઆતમાં 15 થી 20 મિનિટ સુધી ફોન સતત વ્યસ્ત જ આવતો હતો. ત્યારબાદ ફરી ફોન કરતા ફોન લાગ્યો હતો.

પરંતુ ઓપરેટની ગેરસમજના કારણે 108 સૌરાષ્ટ્ર કલા કેન્દ્રને બદલે ઈશ્વરીયા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ જયારે 108 આવી પહોંચતા સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. મુખ્યમંત્રી જયારે રાજકોટ પરિવારજનોને સાંત્વના પાઠવતા પહોંચતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

પરિવારજનોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે. 108ની બેદરકારીના કારણે મોત થતા મુખ્યમંત્રીએ તુરંતજ ક્લેકટને આ અંગે તપાસના આદેશ આપ્યો હતો, સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ સાથે આ ઘટના ના ઘટે તેની તકેદારી રાખવાની સૂચના આપી હતી.