ખબર

CM વિજય રૂપાણીએ ગુજરાતીઓને ખુશ કરી દીધા, વીજળીનું બિલ માફ- જલ્દી વાંચો

હમણાં ફેસબુક પર CM વિજય રૂપાણી લાઈવ આવ્યા અને CM સાહેબે રૂપિયા 14 હજાર કરોડના “આત્મનિર્ભર ગુજરાત” રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં 100 યુનિટ સુધીનું વીજબીલ માફ. વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ. 31મી જુલાઈ સુધી કોર્પોરેશનમાં ટેક્સ ભરે તેને 10% રિબેટ આપશે. જ્યારે 6 મહિનાના રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે.

આજે આપેલા રાહત પેકેજમાં સ્મોલ સાઈઝ દુકાનો, પ્રોવિઝન, સ્ટોર, મોબાઈ જેવી શોપમાં 3 મહિના માટે વીજદર 15 % લેવામાં આવશે. 30 લાખ દુકાનદારો કારીગરોને પણ લાભ મળવાનો છે. આ રીતે 80 કરોડનો લાભ મળશે.

આદિવાસી મજૂરોને ઘર બનાવવા માટે ૩૫૦૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવશે

ઉદ્યોગોને નાણાંભીડ ન રહે તે માટે GST રિફંડ તાત્કાલિક ચૂકવવામાં આવશે

પ્રાઇવેટ લક્ઝરી બસ, ટેક્સી અને કૅબનો 6 મહિનાનો રોડ ટૅક્સ માફ

100 યુનિટ સુધીનું વીજબીલ માફ, 92 લાખ વીજ ગ્રાહકોને થશે બેનીફીટ

GIDC માટે 460 કરોડ રૂપિયા ફાળવાયા

વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી

ST બસ વિભાગને રૂ.120 કરોડની ફાળવણી થશે

ઘર બાંધકામ માટે રૂ.350 કરોડની ફાળવણી થશે

મહિલા સખી મંડળોને ઝીરો % દરે લોન

વધુમાં ટ્રાન્સપોટેશનમાં રાહત આપતા CM એ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાકટ વાળી બસો વગેરે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો TAX માફ કરવાં આવશે. 230 કરોડનો રોડટેક્સ માફ કર્યો. 460 કરોડ રૂપિયા બાકી લેણાં પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે. 92 લાખ વીજળી ધારકો માટે 100 યુનિટ સુધીનું વીજબિલ માફ કરી દીધું છે.