કીચડથી ભરાયેલો મુશ્કેલ રસ્તો, ઊંડી ખીણ છતાં આ CM જાતે ગાડી લઈને લોકોની મુશ્કેલીઓ જાણવા માટે પહોંચી ગયા, જુઓ તસવીરો અને વીડિયો

CM હોય તો આવા, લોકોની સમસ્યા જાણવા ૧૫૭ કિ.મી.ની મુશ્કેલ સફર, કોણ કોણ આ સારા કાર્યને બિરદાવશે?

આપણા દેશની અંદર નેતાઓ એકવાર ચૂંટાઈ ગયા બાદ પોતાના મત વિસ્તારની મુકાલાત પણ નથી લેતા અને હંમેશા તે પોતાનો રુઆબ બતાવતા જ જોવા મળે છે. પરંતુ આજે અમે તમને એક એવા મુખ્યમંત્રી વિશે જણાવીશું જે કીચડ ભરેલા રસ્તાઓ પાર કરીને પણ લોકોની મુશ્કેલીઓ જાણવા માટે પહોંચી ગયા હતા.

આ મામલો પૂર્વાન્તરના અરુણાચલ પ્રદેશનો છે. જ્યાંના સીએમ પેમ ખાંડુની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે પેમ ખાંડુનો કાફલો એક જગ્યાએ કીચડમાં ફસાઈ ગયો છે.

આ કીચડમાંથી બહાર નીકળવા માટે પેમા ખાંડુ મહિન્દ્રાની થાર (ગાડી)નું સ્ટેયરીંગ પકડીને તેને બહાર કાઢતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં તે કીચડમાંથી ગાડીને બહાર પણ કાઢે છે અને સુરક્ષાકર્મીઓની મદદ પણ કરતા દેખાઈ રહ્યા છે.

આ તસ્વીરોને પેમા ખાંડુએ પોતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં શેર કરી છે. તેમને આ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “મિયાંઓથી વિજયનગર સુધી ગાડી અને પગપાળા યાત્રા (157 કિમિ) યાદગાર રહી. દેબનથી 25 માર્ચના રોજ સવારે 5 વાગે શરૂ થયેલી યાત્રા બીજા દિવસે રાત્રે વિશ્રામ માટે ગાંધીગ્રામ (137 કિમિ) પહોંચી અને બીજા દિવસે વિજયનગર જવા રવાના થઇ.”

અરુણાચલના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ચાંગલાંગ જિલ્લાના સુદૂર વિસ્તારના વિજયનગરની યાત્રા કરી અને અહીંયા રહેવા વાળા યોબીન જનજાતિના લોકો સાથે વાતચીત પણ કરી. આજની તારીખમાં પણ વિજયનગર જવા માટે કોઈ મોટર વાહન યોગ્ય રસ્તો નથી.

મુખ્યમંત્રીએ અહીંયા પહોંચીને સ્થાનિક લોકોની સમસ્યા સાંભળી અને તેને દૂર કરવાનું આશ્વાસન આપતા કહ્યું કે જલ્દી જ અહીંયા મોટર વાહન ચાલવા યોગ્ય રસ્તો બની જશે. તેમને કહ્યું કે અહીંયા રસ્તો હોવાના કારણે સ્થાનિક લોકોને ફાયદો મળશે તથા યુવાનો માટે રોજગારના અવસર પેદા થશે.

Niraj Patel