‘લગ્ન પછી પુરુષ રોજ રાતે…’ CM નીતિશ કુમારના નિવેદન પર બવાલ, ભડકેલા લોકો સોશિયલ મીડિયા પર શું બોલ્યા ?

વિધાનસભામાં સેક્સ પર પ્રવચન આપવા લાગ્યા નીતિશ કુમાર, જ્યારે લગ્ન થાય છોકરા-છોકરીના તો જે પુરુષ હોય તે કરે છે ને…

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

CM Nitish Kumar : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર જે નિવેદન આપ્યુ તેને લઈને હોબાળો મચી ગયો છે. મહિલા આયોગથી લઈને સામાન્ય લોકો સુધી દરેક તેમની નિંદા કરી રહ્યા છે. NCWએ નીતિશ કુમારને તાત્કાલિક દેશની મહિલાઓની માફી માંગવા કહ્યું હતુ. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના નિવેદનને લઈને ખૂબ નારાજ છે. લોકો કહે છે કે તેમણે આ વાત ખૂબ જ ખોટી રીતે કહી છે.

CM નીતિશ કુમારના નિવેદન પર બવાલ

કેટલાક લોકો તો તેમના નિવેદનને અશ્લીલ પણ ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક કહે છે કે નેતાઓ વિધાનસભામાં ઉભા રહીને આવા નિવેદન કેવી રીતે આપી શકે ? એક યુઝરે લખ્યું, ‘સેક્સ એજ્યુકેશનને સમજાવવાના બીજા ઘણા રસ્તા છે, આવી ભાષા નીતિશ કુમારને શોભતી નથી, તેઓ બિહારના મુખ્યમંત્રી છે, તેઓ સચિવને પૂછીને સારું ભાષણ આપી શક્યા હોત. વિધાનસભાની ગરિમા રાખો, વસ્તી નિયંત્રણ અંગે બેશરમ નિવેદન.

સોશિયલ મીડિયા પર ભડક્યા લોકો

બીજા એક યુઝરે લખ્યુ, ‘નીતીશ કુમાર રાજનીતિની ગરિમાને નષ્ટ કરી રહ્યા છે. આવું ગંદું અને શરમજનક નિવેદન મેં ક્યારેય કોઈ મોટા નેતા પાસેથી સાંભળ્યું નથી. તો અન્ય એક યુઝરે લખ્યુ- ‘નીતીશ કુમારનો વિધાનસભાની અંદર અને બહાર આવી અણગમતી ભાષાનો ઉપયોગ કરવાનો ઈતિહાસ રહ્યો છે, તેમણે આવું ગંદુ નિવેદન પહેલીવાર નથી આપ્યું, તેમણે દરેક વખતે બેશરમીની તમામ હદો પાર કરી છે. મહિલા મંત્રી કે જેઓ આ નિવેદન સાંભળે છે તે અસ્વસ્થતા અનુભવે છે.

‘લગ્ન પછી પુરૂષો પોતાની પત્નીઓને… : CM નિતીશ ‘

સીએમ નીતિશે કહ્યું હતુ કે મહિલા શિક્ષણથી રાજ્યમાં વસ્તી નિયંત્રણમાં મદદ મળી છે. પરંતુ જ્યારે તેમણે આ અંગે વિગતવાર બોલવાનું શરૂ કર્યું તો બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા. નીતિશ કુમારે કહ્યું, ‘લગ્ન પછી પુરૂષો પોતાની પત્નીઓને સેક્સ કરવા માટે કહે છે. પરંતુ જેમ આપણે બિહારની મહિલાઓને શિક્ષિત કરી છે, તેઓ તેમના પતિઓને યોગ્ય સમયે આવું કરવાથી રોકે છે. જેના કારણે બિહારની વસ્તી નિયંત્રણમાં છે.

Shah Jina