દુઃખદ: ભૂપેન્દ્ર પટેલના નજીકના સંબધીનું અવસાન, ગાંધીનગરમાં થયા અંતિમ સંસ્કાર

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સાસુમાનું નિધન થયુ છે. મુખ્યમંત્રીના સાસુમા શાંતાબેનનું ગત મોડી રાત્રે અવસાન થયુ હતુ અને તેમના અંતિમ સંસ્કાર સેક્ટર 30 સ્મશાન ગૃહખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, CMના સાસુમા શાંતાબેન ગાંધીનગરના મુખ્યમંત્રી નિવાસ્થાને સાથે રહેતા હતા. ત્યારે તેમના નિધન બાદ પરિવારજનોની હાજરીમાં શાસ્ત્રોક વિધિથી સાદગીથી તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ એકદમ લો પ્રોફાઈલ નેતા છે અને પહેલી જ વાર તેઓ 2017માં ધારાસભ્ય બન્યા હતા.

તેમના વિશે અથવા તો તેમના પરિવાર વિશે મોટા ભાગના લોકોને વદારે માહિતી નથી. ભૂપેન્દ્ર પટેલનો પરિવાર નાનો છે, તેમના પરિવારમાં પત્નિ હેતલબેન, પુત્ર અને પુત્રી છે. તેમના લગ્ન 1984માં હેતલબેન સાથે થયાં હતાં અને ભૂપેન્દ્રભાઇનાં પત્ની તેમનાં માતા-પિતાનું એકનું એક સંતાન હોવાને કારણે પિતાના અવસાન બાદ હેતલબેનની માતા તેમની સાથે જ રહેતા હતા. છેલ્લાં પંદરેક વર્ષથી ભૂપેન્દ્રભાઇનાં સાસુ સાથે રહેતા હતા અને તેમના સાસુ તેમને જમાઇની જેમ નહિ પણ દીકરાની જેમ રાખતા હતા.

ભૂપેન્દ્ર પટેલ અને હેતલબેનનો દીકરો અનુજ એન્જિનિયર છે અને તે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. અનુજે તેના પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને તેની પત્ની દેવાંશી પટેલ છે. CMની દીકરી ડેન્ટિસ્ટ છે અને તેનું નામ ડો. સુહાની પટેલ છે. તેમના જમાઈ પાર્થ પટેલ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે અને તેઓ બોપલ-આંબલી ખાતે રહે છે. બંને તેમની કંપની વિહાન એસોસિએટ્સનું કામકાજ સંભાળે છે. આ ઉપરાંત તેમના નાના ભાઈ છે અને તેમનું નામ કેતન પટેલ છે. પ્રોફેશમલ વર્કની વાત કરીએ તો, આ વર્ષે જી20નું યજમાન ભારત દેશ બન્યું છે.

ત્યારે આ અંતર્ગત ગુજરાતમાં આ વર્ષે 15 જેટલી બેઠકોનું આયોજન થયું છે. જેની પ્રથમ બેઠક આજે ગાંધીનગર ખાતે યોજાઇ. 22થી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ત્રણ દિવસીય બી ટ્વેન્ટી ઇનસેપ્શન બેઠકનું આયોજન થયું છે. આજે સીએમના હસ્તે બી20 ઇન્સેપ્શન મિટીંગનું ઓપનિંગ થવાનું હતુ, પણ અનિવાર્ય સંજોગોના કારણે છેલ્લી ઘડીએ આ બેઠકનું સીએમના હસ્તે ઓપનિંગ રદ કરવામાં આવ્યું અને આજના દિવસ પૂરતા તમામ કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યાં.

Shah Jina