BREAKING : શપથ લીધા પહેલા જ એક્શનમાં આવી ગયા CM ભુપેન્દ્ર પટેલ- જાણો શું આદેશ આપ્યા

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અચાનક રાજીનામ બાદ ગઇકાલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિમવામાં આવ્યા હતા. ત્યારે તેઓ આજે સીએમ પદે શપથ લેવાના છે, પરંતુ તેઓ શપથ લે તે પહેલા જ એક્શનમા આવી ગયા છે અને તેમણે છેલ્લા બે દિવસથી જામનગરમાં ભારે વરસાદને પગલે જે સ્થિતિ ઊભી થઇ છે, તેના પગલે તેમણે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી લોકોને જરૂરૂ સહાય પહોંચાડવા માટે સૂચના આપી છે.

રાજયમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં મેઘમહેર યથાવત છે. તેમાં પણ ખાસ જોઇએ તો, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસી રહ્યો છે. કાલાવડમા તો  10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને પગલે ત્યાંની નદીઓ તો ગાંડીતૂર બની છે. રાજકોટમાં પણ વહેલી સવારથી જ  વરસાદ વરસી રહ્યો છે. જામનગરમાં ભેર વરસાદ વરસતા ત્યાં  ચારેબાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જેના પગલે ઘણા મકાનોમાં પાણી ભરાયા છે.

ગુજરાતના નવા નીમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં વરસાદને કારણે અસર પામેલા ગામો અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક અસરથી મદદ પહોંચાડવા અને તેમને સલામનત સ્થળે ખસેડવા તેમજ એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેક્ટર સાથે વાત કરી સૂચના આપી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલના પોલિટિકલ કેરિયરની વાત કરીએ તો તેમણે વર્ષ 1995-96,1999-2000, 2004-2006 સુધી મેમનગર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 2018થી 2010 વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. 2010થી 2015 સુધી તેઓ થલટેજ વોર્ડના કોર્પોરેટર અને એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદે રહી ચૂક્યા છે.

AUDAમાં પણ તેઓ 2015-2017 દરમિયાન રહી ચૂક્યા છે. હાલ તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી વખતે સીએમે રજૂ કરેલી વિગતો પ્રમાણે તેમની પાસે કુલ 1.51 કરોડ રૂપિયાની જંગમ મિલકત છે. તેમની બેંક થાપણ 1.15 લાખ રૂપિયા છે. વધુમાં 1.23 કરોડ રૂપિયાની 28 જીવન વીમા પોલિસી છે.

તેમની પાસે હુન્ડાઇની i-20 ગાડી છે. તેમની પાસે 16.75 લાખ રૂપિયાના સોના-ચાંદી છે. તેમના વાણિજ્યિક અને રહેઠાણની કિંમત 1.91 કરોડ રૂપિયા. તેમણે LIC પાસેથી 9.18 લાખની પર્સનલ લોન લીધી છે. 2016-17માં કમાણી 30 લાખ રૂપિયા હતી. વાઇફના નામ પર એક Activa છે. આ ઉપરાંત તેમની પાસે 25 લાખના ઘરેણા છે.

Shah Jina