CM ભુપેન્દ્ર પટેલ પાસે સોશિયલ મીડિયામાં 1 કરોડ રૂપિયા માંગનાર બટુક મોરારીની થઇ એવી હાલત કે… જુઓ

સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો એવા હોય છે જે રાજકીય નેતા ઉપર ખરાબ મીમ બનાવતા હોય છે, સોશિયલ મીડિયા ઉપર તેમના વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ કરતા હોય છે, પરંતુ આઇટી સેલ દ્વારા આવા લોકોની તપાસ કરવામાં આવે છે અને તેમને જેલના સળિયા પાછળ પણ જવું પડતું હોય છે.

ગત રોજ એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં બનાસકાંઠાના વાવના બટુક મોરારી બાપુએ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલને ધમકી આપી હતી, વીડિયોની અંદર સીએમને ધમકી આપતા તે જણાવી રહ્યા હતા કે જો એક કરોડ નહીં મોકલાવો તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉં અને મુખ્યપ્રધાનને અકસ્માતમાં માર્યા જશે.

ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ, એલબીસી પોલીસે રાજસ્થાનના રેવદરના દાંતરાઇ ગામ નજીકથી બટુક મોરારી બાપુની ધરપકડ કરી લીધી છે. બટુક મોરારીએ 11 દિવસની અંદર અને 7 તારીખ સુધીમાં 1 કરોડ રૂપિયા મોકલાવી દેવાની ધમકી આપી હતી. જેના બાદ હવે તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે.

મુખ્યમંત્રીને ધમકી આપતા વીડિયોમાં આ વ્યક્તિ નશામાં હોવાનું પણ લાગી રહ્યું છે. જેના કારણે પોલીસ દ્વારા તેની મેડિકલ તપાસ અંગેની કાર્યવાહી પણ હાથ ધરી છે. મેડિકલ રિપોર્ટ બાદ જ તેણે નશો કર્યો હતો કે કેમ તે અંગેની માહિતી મળશે. જેથી હાલ તો પોલીસ મેડિકલ રિપોર્ટની રાહ જોઇ રહી છે. જો કે ચમત્કારની વાતો કરનાર આ બટુક મોરારીને પોલીસે જ્યારે ઝડપ્યો ત્યારે પોલીસનાં ચમત્કારથી ગભરાયેલા બટુક મોરારી થરથર ધ્રુજવા લાગ્યો હતો અને પોતાની ભુલ થઇ ગઇ અને રડવા લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ વીડિયોની અંદર બટુક મોરારી કહી રહ્યા હતા કે “ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હું રામકથાકાર બટુક મોરા‌રિ બોલી રહ્યો છું, વાવ-બનાસકાંઠા મહેશ ભગત, બટુક મોરારી” આ સાથે જ તેમણે પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો. સોશિયલ મીડિયાના અલગ અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો હતો.

Niraj Patel