CM પતિની ડોક્ટર પત્ની : ધૂમધામથી થયા પંજાબના CM ભગવંત માનના બીજા લગ્ન, કેજરીવાલ બન્યા જાનૈયા

ગુરપ્રીત કૌર સાથે બીજીવાર લગ્નના બંધનમાં બંધાયા નવા નવા CM, લાલ જોડામાં ઘણી જ ખૂબસુરત લાગી પંજાબના CMની દુલ્હનિયા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના આજે બીજા લગ્ન થઇ ચૂક્યા છે. તેમના લગ્નની તસવીરો પણ સામે આવી છે. સીએમના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો. લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના પિતાએ રસ્મો નિભાવી. લગ્નની તસવીરો સામે આવી ચૂકી છે. જેમાં ભગવંત માન પીળી પાઘડી પહેરી દુલ્હાના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે, ત્યાં દુલ્હન ગુરપ્રીત કૌર પણ લાલ જોડામાં ઘણી જ ખૂબસુરત લાગી રહી છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટથી લગ્નની તસવીર શેર કરી છે. આ કપલે ચંદીગઢમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા.

ભગવંત માન અને ગુરપ્રીત કૌરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વરરાજાના ડ્રેસમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. ગુરપ્રીતે લાલ જોડા સાથે ગોલ્ડન જ્વેલરી પહેરી છે. દુલ્હનના લુકમાં ગુરપ્રીત ખૂબ જ સુંદર લાગી રહી છે. ભગવંત માન અને ગુરપ્રીત ગુરુદ્વારામાં બેઠેલા જોવા મળે છે. કપલના ચહેરા પર ચમક અને સ્મિત સ્પષ્ટ દેખાય છે. બંનેએ આનંદ કારજની વિધિમાં લગ્ન કર્યા હતા. આ તસવીરોને ફેન્સ ઘણો પ્રેમ આપી રહ્યા છે અને બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

લોકો જાણવા માંગે છે કે મુખ્યમંત્રી ભગવંત માન જેની સાથે લગ્ન કરી રહ્યા છે, તે ગુરપ્રીત કૌર આખરે છે કોણ ? ભગવંત માન અને ગુરપ્રીત કૌર ક્યારે અને કેવી રીતે મળ્યા ? મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌર શું કરે છે ? તો જણાવી દઇએ કે, ભગવંત માનની બીજી પત્ની ગુરપ્રીત કૌર વ્યવસાયે ડોક્ટર છે. રિપોર્ટ્સ અનુસાર, ગુરપ્રીત કૌરની ઉંમર 32 વર્ષની છે. ભગવંત માન અને ગુરપ્રીત કૌર લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. ગુરપ્રીત કૌર આ વર્ષે યોજાયેલી પંજાબ ચૂંટણીના પ્રચાર દરમિયાન ભગવંત માનની સાથે હતી.

બંને લાંબા સમયથી એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાવા માંગતા હતા. ત્યારે આખરે બંનેએ આજે એટલે કે 7 જુલાઈએ લગ્ન કરી લીધા. ગુરપ્રીત કૌર એક સામાન્ય શીખ પરિવારની છે. ગુરપ્રીતનો પરિવાર કુરુક્ષેત્ર જિલ્લાના પેહોવામાં સ્થિત તિલક નગરનો રહેવાસી છે. ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌરના પિતાનું નામ ઈન્દ્રજીત સિંહ છે, જેઓ એક ખેડૂત છે અને મદનપુર ગામના ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે. ડો.ગુરપ્રીતની માતાનું નામ રાજ કૌર છે, તે ગૃહિણી છે. આ સિવાય ગુરપ્રીતના પરિવારમાં તેની બે બહેનો પણ છે. ગુરપ્રીત પરિવારમાં સૌથી નાની છે. તેની એક બહેન ઓસ્ટ્રેલિયામાં અને બીજી અમેરિકામાં છે.

CM ભગવંત માનની પત્ની ગુરપ્રીત કૌર વ્યવસાયે ડોક્ટર છે. ડૉ. ગુરપ્રીત 2013માં મૌલાના મેડિકલ કોલેજ અંબાલામાં જોડાઇ હતી અને 2017માં તેણે મેડિકલ ડિગ્રી મેળવી હતી. અહેવાલો અનુસાર, ભગવંત માન અને ગુરપ્રીત કૌર વર્ષોથી એકબીજાને ઓળખે છે. પરિવારમાં બંનેની સારી મિત્રતા છે. સીએમ માનના છૂટાછેડા પછી તેમની માતા અને બહેન ઈચ્છતા હતા કે તેઓ ફરીથી લગ્ન કરે. આ માટે સીએમની માતા અને બહેને ગુરપ્રીતને માન માટે પસંદ કરી હતી. જો કે માન અને ગુરપ્રીત પહેલીવાર વર્ષ 2019માં મળ્યા હતા.

2019ની ચૂંટણીમાં ગુરપ્રીત કૌરે ભગવંત માનને સમર્થન આપ્યું હતું. ત્યારથી તે માનની સાથે છે. આ વર્ષે માર્ચમાં જ્યારે ભગવંત માન માટે સીએમના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ડૉ. ગુરપ્રીત કૌરે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગુરપ્રીત સાથે ભગવંત માનના આ બીજા લગ્ન છે. અગાઉ ભગવંત માનના લગ્ન ઈન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા. તે બંનેના વર્ષ 2015માં છૂટાછેડા થઈ ગયા હતા. બંનેને બે બાળકો પણ છે. ભગવંત માન રાજકારણમાં આવતા પહેલા કોમેડિયન પણ હતા. હાસ્ય કલાકાર તરીકે પણ ભગવંત માને લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું.

Shah Jina