અમરનાથ ગુફા પાસે ફાટ્યુ વાદળ: અચાનક વધ્યુ સિંધુ નદીનું જળસ્તર મચી ભારે તબાહી,જુઓ ભયાનક વીડિયો

જમ્મુ કશ્મીરના પહલગામમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બની છે. જો કે, આ દરમિયાન ગુફામાં કોઇ પણ યાત્રિ હાજર ન હતા. આપદા પ્રબંધન અધિકારીઓએ જણાવ્યુ કે, વાદળ ફાટવાને કારણે હજી સુધી કોઇના ઘાયલ થવાની ખબર નથી. સ્થાનીય પ્રસાશન અને પોલિસે ગુંડ અને કંગન વિસ્તારના લોકોને અપીલ કરી છે કે તે સિંધ નદીથી દૂર રહે કારણ કે સતત વરસાદ થઇ રહ્યો છે અને વાદળ ફાટવાની ઘટનાથી નદીનું જળસ્તર અચાનક વધી શકે છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. દક્ષિણ કશ્મીરમાં  3880 મીટરની ઊંચાઇ પર સ્થિત અમરનાથ ગુફા હિંદુઓનું એક પ્રસિદ્ધ સ્થળ છે. એવામાં તીર્થ યાત્રિઓની ભીડ અહીં રહે છે. પરંતુ કોરોનાને કારણે લાગેલી રોકને લીધે આ સમયે શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી છે. એવામાં વાદળ ફાટવાને કારણે કોઇને નુકશાન પહોંચ્યુ નથી.

કંગનના એસડીપીઓએ જણાવ્યુ કે પવિત્ર અમરનાથ ગુફામાં સતત વરસાદ અને વાદળ ફાટવાની સૂચનાને ધ્યાને લઇ ગંડ અને કંગનના ક્ષેત્રોમાં સામાન્ય જનતાને સિંધ નદીથી દૂર રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

અમિત શાહે પણ ટ્વીટ કરી કહ્યુ કે, બાબા અમરનાથની પવિત્ર ગુફા પાસે વાદળ ફાટવા સંબંધિત મેં જમ્મુ કશ્મીરના LG મનોજ સિન્હા સાથે વાત કરી જાણકારી લીધી. રાહત કાર્યો અને સ્થિતિની સટીક આકલન માટે NDRF ની ટીમો ત્યાં મોકલવામાં આવી રહી છે.

Shah Jina