જાણવા જેવું જીવનશૈલી

અહીંયા બ્રાન્ડેડ જીન્સ મળે છે 400 રૂપિયામાં, સુરતમાં છે આ કપડાંનું એકદમ સસ્તું માર્કેટ…

ભારતમાં સમૃદ્ધ અને ગરીબ એમ બંને પ્રકારના લોકો રહે છે, કેટલાક લોકો એટલા સમૃદ્ધ છે કે તેઓ ફક્ત બે કે ત્રણ મહિના માટે 5000 સુધીની જિન્સ પહેરે છે, જ્યારે ઘણા લોકો એટલા ગરીબ હોય છે કે તેઓને માત્ર 50 રૂપિયાની જ જીન્સ પહેરવાની ફરજ પડે છે. ભારતમાં કપડાને ખૂબ મહત્વ આપવામાં છે કારણ કે ભારતમાં કપડાં પરથી જ અંદાજ લગાવવામાં આવે છે જે તે વ્યક્તિના વ્યક્તિત્વ વિશે.

Image Source

કોલેજમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ તેમના કપડાની ખાસ કાળજી લે છે, તેઓ દરરોજ બજારમાં નવા આવનાર ટ્રેન્ડ પર નજર રાખે છે અને બજારમાં નવી ફેશન હોય છે, ત્યારે તે તરત જ લે છે. છોકરાઓ હોય કે છોકરીઓ આ મામલે કોઈ પાછળ નથી.

Image Source

આજે આપણે તમને એક એવા સ્થળ વિશે કહીશું જ્યાં તમને માત્ર ₹ 100માં બ્રાન્ડેડ જિન્સ મળશે. અહીં તમને બાળકો અને છોકરાઓના કપડાં ખૂબ જ સસ્તા મળી જશે. આ હોલસેલ માર્કેટ છે જ્યાં તમે શોપિંગ કરી શકો છો.

અમે દિલ્હીના ગાંધીનગર બજાર વિશે વાત કરી રહ્યા છીએ. ગાંધીનગરના કાપડ બજારને દેશની અને એશિયામાં સૌથી સસ્તું બજાર કહેવામાં આવે છે. આ બજારની ખાસ વિશેષતા એ છે કે તમે દરેક બ્રાંડના કપડાં તમે અહીંથી દરેક ખરીદી શકો છો. આ બજારમાં દરરોજ લાખો રૂપિયાના વેચાય છે અને અહીં આ એક જ વ્યવસાય છે.

Image Source

આ સિલમપુર મેટ્રો સ્ટેશનની પાસે આવે છે જે વેસ્ટ કાંતિનગરની પાસે આવેલ છે. અહીં જીન્સ હોય કે ટી શર્ટ બધાના 3-12 પીસ મળે છે. તમારે પણ એવી રીતે જ કપડાં ખરીદવા પડે. સિંગલ પીસ તમે ન ખરીદી શકો. આ બજારમાં જથ્થાબંધનો ભાવ કહેવામાં આવે છે. આ બજારમાં, કપડા એટલા સસ્તા હોય છે કે દેશના ખૂણે ખૂણેથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે.

આ માર્કેટમાં તમે ત્રણ શર્ટનો સેટ 140 રૂપિયામાં ખરીદી શકો છો. મતલબ કે એક શર્ટ તમને ફક્ત 46 રૂપિયાની આજુ બાજુ પડે. એ શર્ટ 15 વર્ષના છોકરા માટે હશે. એની સાથે તમને નાના બાળકોની ટી શર્ટ 120ની આજુબાજુ મળી જશે, જેમાં 3 પીસ આવશે. ટી શર્ટ તમને મોટા માટે પણ મળી જશે. સ્મોલ Xl, Xxl સાઈઝની ટી શર્ટ પણ તમે અહીંથી લઈ શકો છો. જેમની શરૂઆતી કિંમત 30 રૂપિયા હશે.

Image Source

આ માર્કેટમાં તમને જીન્સ 140 રૂપિયામાં મળી જશે. અહીં પણ તમારે 3 થી 4 પીસ લેવા પડશે. સૌથી મોંઘા જીન્સ તમને 350 રૂપિયામાં મળશે. અહીં તમને 22થી લઈને 40 સુધીની સાઈઝના જીન્સ મળશે. એક સેટમાં એક જ કલરના જીન્સ તમને મળશે.

આ માર્કેટમાં આટલી ઓછી પ્રાઈઝ હોવા છતાં ખૂબ જ બાર્ગેન થાય છે. તમે જ્યારે પણ અહીં આવો તો બાર્ગેન કરી લેજો. રેટ વધુ ઓછો થઈ જશે. છોકરીઓ માટે ટોપ અને સૂટ પણ અહીં ઓછા રેટમાં સહેલાઈથી મળી જશે. છોકરાઓના શોટ્સ અને છોકરીઓની સાડી પણ અહીં મળી જશે. અહીં કોઈ પણ જાતના સેકન્ડ હેન્ડ કપડાં નથી મળતા. બધી ફ્રેશ આઇટમ્સ અહીં મળે છે.

Image Source

ગાંધીનગર ઉપરાંત દિલ્હીના સરોજિની નગર અને કારોલ બાગ પર પણ સસ્તા ભાવે બ્રાન્ડેડ કપડા ખરીદી શકો છો. સરોજિની નગર બજાર એક છૂટક બજાર છે અને કાપડ ખરીદવાની કોઈ મર્યાદા નથી. જો કે, કારોલ બાગના જથ્થાબંધ બજારને લીધે, તમારે ચોક્કસ એક કરતાં વધારે જ કપડાં ખરીદવા પડે છે. તમે અહીંથી ખૂબ ઓછી કિંમતે કપડાં ખરીદી શકો છો.

દિલ્લીના કૃષ્ણ માર્કેટમાં બોલીવુડના ફેમસ ડિઝાઇનર મનીષ માલોત્રા ,સવ્યસાચી ડિઝાઇનરે, તરીતુ કુમાર દવારા ડિઝાઇન કરવામાં આવેલા ચણીયા ચોળી, સાડીઓ, ધૂત વગેરે સૌથી સસ્તા દરમાં જાય છે. અહીંથી દેશના તમામ  વિસ્તારની માર્કેટમાં માલ પહોંચાડે છે, કારણકે તેની કિંમત 3 થી 5 હજાર રૂપિયા છે.

Image Source

સુરતનું મિલેનિયમ બોમ્બે માર્કેટ

તો બીજી તરફ સુરતની ટેક્સ્ટાઇલ માર્કેટ પણ દેશભરમાં પ્રસિદ્ધ છે, સુરતમાં મોટાભાગે સિન્થેટિક કપડાના ડ્રેસ, સાડી અને મકાળની દેશભરમાં નિકાસ કરવામાં આવે છે.  તો બીજી તરફ, રેડીમેડ વસ્ત્રો તેમજ મટીરીયલ્સ અને આર્ટિફિશિયલ જવેલરીમાં પણ 20 થી 25 ટકા સસ્તુંમળી રહે છે. સુરતમાં 1 હજારથી વધુ ટેક્સટાઇલના વેપારીઓ છે.

જણાવી દઈએ કે, સુરતમાં દર વર્ષે 9 કરોડથી વધારે સાડી ઉત્પાદન કરે છે. આજે ભલે જમાનો ગમે તેટલો આગળ વધી ગયો હોય પરંતુ અંતરિયાળ વિસ્તારની મહિલાઓ આજે પણ પહેરવેશ તરીકે સાડી જ પહેરે છે. તો વિદેશી મહિલાઓ પણ સુરતની સાડીઓ પહેરે છે.

Image Source

પિન્ક સીટી તરીકે જાણીતું જયપુરમાં પણ એક માર્કેટ છે. અહીં તમને કોઈ કપડાંનું માર્કેટ નહીં પરંતુ જવેલરીનું પણ માર્કેટ છે, આ માર્કેટમાં હંમેશા ભીડ રહે છે. આ માર્કેટમાં વિવિધ પ્રકારની સુંદર ઇમિટેશન જવેલરી સસ્તા ભાવે મળે છે.  આ ઉપરાંત જયપુરના શુભ પ્રસંગ માટે ડિઝાઈનર ગાઉન પણ સસ્તા દરે વેચાય છે. અહીં સામાન્ય માર્કેટ કરતી 40 ટકા સસ્તું છે.

Image Source

મુંબઈમાં પણ એક નહીં અનેક કપડાંની બજાર છે. મુંબઈના સીએસટી સ્ટેશનની નજીકમાં એક ભવ્ય માર્કેટ છે. જેને લોકો ક્રાફર્ડ માર્કેટ તરીકે ઓળખે છે. આ માર્કેટમાં ડ્રેસ મટિરિયલસ, જવેલરી, સનગ્લાસિસ, મોબાઈલ એસેસરીઝ, કોસ્મેટિક્સ આઈટમ સસ્તા ભાવે મળી જાય છે. આ માર્કેટની ખાસિયત એ છે કે,ત્યાંથી લીધેલી દરેક વસ્તુ લેટેસ્ટ ફેશન પ્રમાણની હોય છે.  તો દક્ષિણ મુંબઈમાં આવેલી કોલંબા માર્કેટમાં પણ કુર્તીઓ, એન્ટિક જવેલરીઓ મળે છે.

Image Source

જો તમે ક્યારે પણ ઉપરના એક પણ ગામમાં ફરવા જાવ તો આ માર્કેટનું મુલાકાત અચૂક લેજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.