બાળકો સાથે ટ્યુશન ભણાવવા આવતી શિક્ષિકા સાથે કપડાના વેપારીએ બાંધ્યા અતરંગી સંબંધો, પરંતુ ટીચરે જયારે લગ્ન માટે કહ્યું ત્યારે આવ્યો ભયાનક અંજામ…

ઘરે ટ્યુશન ભણાવવા આવતી રુડી રૂપાળી ટીચર સાથે બાળકના બિઝનેસમેન પપ્પાએ ચાલુ કર્યું લફરું…છેલ્લે ટીચરની આવી ગંદી હાલત કરી

દેશભરમાં હત્યાના ઘણા મામલાઓ સતત સામે આવી રહ્યા છે, કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે તો કોઈની પ્રેમ પ્રસંગોમાં હત્યા કરી દેવામાં આવે છે, હાલ એવો જ એક મામલો ખુબ જ ચર્ચામાં છે, જ્યાં કે ટ્યુશન ભણાવવા આવતી શિક્ષિકાની હત્યા કરી દેવામાં આવી હતી, અને આ હત્યા પાછળનું કાં પણ ખુબ જ ચોંકાવનારું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અલવરના નીમરાનામાં એક ટ્યુશન ટીચરની બોરીમાં  લાશ મળી આવવાના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકોને ટ્યુશન ભણાવતી 29 વર્ષીય મહિલા શિક્ષિકાના કાપડના વેપારી સાથે અનૈતિક સંબંધો હતા, ત્યારબાદ તેણીએ તેને લગ્ન માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.

શિક્ષિકાએ 50 લાખ રૂપિયાની પણ માંગણી કરી હતી, ત્યારબાદ વેપારીએ તેની પત્ની અને નોકર સાથે મળીને શિક્ષિકાની હત્યા કરી હતી. નીમરાનામાં બનેલી આ ઘટના બાદ ભીવાડીના એસપી શાંતનુ કુમાર સિંહે માહિતી આપી હતી કે મહિલા શિક્ષકની હત્યાના કેસમાં 39 વર્ષીય બિઝનેસમેન કપિલ ગુપ્તા, તેની પત્ની 38 વર્ષીય સુનૈના ગુપ્તા, 24 વર્ષીય નોકર રાજકિશોર યાદવની ધરપકડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 16 માર્ચના રોજ નીમરાના તાતારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીની લાશ પ્લાસ્ટિકની બોરીમાંથી મળી આવી હતી, જેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. મહિલાનો મૃતદેહ મળ્યા બાદ સ્ટેશન ઈન્ચાર્જ વિજય ચંદેલના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી અને મહિલાની ઓળખ પ્રિયંકા બહેલ તરીકે થઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા 14 માર્ચે બેંકમાં પૈસા ઉપાડવા ગઈ હતી, ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારની ઓળખ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટીચર પ્રિયંકા બિઝનેસમેન કપિલ ગુપ્તાના બાળકોને ટ્યુશન ભણાવતી હતી. આ દરમિયાન પ્રિયંકા અને બિઝનેસમેન વચ્ચે અનૈતિક સંબંધો હતા.ત્યારબાદ પ્રિયંકાએ બિઝનેસમેન સાથે લગ્ન કરવાની જીદ કરી અને તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું.

પ્રતીકાત્મક તસવીર

જ્યારે વેપારીએ ના પાડી તો તેણીએ તેને પૈસા માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આખરે લાંબા સમય સુધી પરેશાન રહ્યા બાદ બિઝનેસમેન કપિલે તેની પત્ની અને બે નોકર સાથે મળીને પ્રિયંકાની હત્યાનું કાવતરું ઘડ્યું.એસપીએ જણાવ્યું કે આરોપીની પૂછપરછ કર્યા બાદ એ વાત સામે આવી છે કે પ્રિયંકા બિઝનેસમેન પાસેથી સતત 50 લાખ રૂપિયાની માંગણી કરી રહી હતી. પૂછપરછ દરમિયાન વેપારીએ જણાવ્યું કે 14 માર્ચે તેણે પ્રિયંકાને તેના નોકરો સાથે બેંકમાંથી પૈસા ઉપાડવા મોકલ્યો, જે તેને કારમાં લઈ ગયા.

પ્રતીકાત્મક તસવીર

પોલીસના જણાવ્યા અનુસાર, નોકરોએ પ્રિયંકાને ચાલતા વાહનમાં ગળું દબાવી દીધું હતું. આ પછી કપિલની પત્ની સુનૈનાને મૃતદેહના નિકાલ માટે કારમાં બેસાડવામાં આવી હતી.પોલીસે જણાવ્યું કે પ્રિયંકાના મૃતદેહ સાથે કાર બપોરે 3 વાગ્યે દિલ્હીથી નીકળી હતી અને બહેરોર થઈને 7:30 વાગ્યે નીમરાનાની ઈન્દિરા બસ્તી પુલિયા પહોંચી હતી. આ પછી વેપારીની પત્ની અને નોકરોએ લાશને અહીં ફેંકી દીધી અને પછી દિલ્હી જવા રવાના થઈ ગયા.

Niraj Patel