અજબગજબ જાણવા જેવું નીરવ પટેલ લેખકની કલમે

ટાવર ઉપરના ઘડિયાળનો જમાનો હવે ચાલ્યો ગયો છે, જો તમે પણ એ સમયને ફરી જીવવા માંગો છો તો આ લેખ જરૂર વાંચજો

આજે જમાનો એકદમ બદલાઈ ગયો હોવાના ઘણા પુરાવા આપણે જોઈ શકીએ છીએ એમાં જ એક છે ગામ કે શહેરમાં ટાવર ઉપર બનાવેલા ઘડિયાળની બંધ હાલત, ઘણી જગ્યાએ તો એ ટાવરો પણ હવે નથી રહ્યા અને જ્યાં રહ્યા છે ત્યાં ઘડિયાળ બંધ થઇ એની ધૂળ ખાતી પડી હશે.

Image Source

આજે મોટાભાગના લોકો હાથમાં ઘડિયાળ પહેરે છે, સામાન્ય નહિ પણ હવે તો લોકો સ્માર્ટ વોચ પહેરતા થઈ ગયા છે, ખિસ્સામાં રહેલો મોબાઈલ પણ સમય બતાવે છે, પરંતુ આ બધામાં સમય બતાવતો હોવા છતાં પણ માણસ પાસે આજે સમય તો નથી જ એમ કહેવામાં આવે તો કઈ ખોટું તો નથી જ.

Image Source

વાત કરીએ આજથી થોડા પાછળ એટલે કે 30 થી 60 વર્ષ પહેલાના જીવનની તો એ સમયે ઘડિયાળ તો હતા જ નહીં ત્યારે લોકો દિવસે માથે તપતા સૂરજ અને રાત્રે આભના તારા ગણી અને સમય નક્કી કરી લેતા હતા, વળી ઘણી જગ્યાએ સવારે વહેલા ઉઠવા માટે ઘણા ગામોમાં દૂધ મંડળીમાં એક સાયરન વગાડવામાં આવતું જેથી મહિલાઓ ગાયો ભેંસો દોહવાનો સમય નક્કી કરી શકતી હતી, ગામમાં આવતી એસ.ટી. બસ દ્વારા પણ ઘણા લોકો સમયનો તાળો મેળવી લેતા હતા.

Image Source

ખેતરમાં કામ કરવા આવેલા મજૂરો પણ 12 વાગ્યાની બસ ગામમાં આવે એટલે સમજી જતા કે હવે વેળા પુરી થઈ છે, ત્યારે તો ઘડિયાળ હતા પરંતુ બધા લોકો સુધી ઘડિયાળ પહોંચ્યા પણ નહોતા. બસ કે ટ્રેનના આવવાનો કે જવાનો સમય હોય, મંદિરમાં થતી આરતીનો સમય હોય, કે દૂધ મંડળીમાં વાગતા સાયરાનના અવાજ દ્વારા કે પછી સૂરજ અને ચંદ્રની દિશા દ્વારા જ સમય નક્કી થતો હતો.

Image Source

સવારમાં ધ્રુવનો તારો પણ એક સમય સૂચક હતો, સવારે ખેડૂતો અને મહિલાઓ ધ્રુવના તારા દ્વારા જ સવાર પડી હોવાનું નક્કી પણ કરતા હતા, પરંતુ આજે આ બધું જોવા નથી મળતું, આજે તો મોબાઈલમાં રહેલું એલાર્મ જ સમય બતાવી જાય છે.

Image Source

ઘણી જગ્યાએ પછી ટાવર ઉપર ઘડિયાળ પણ લાગેલા હતા અને એના દ્વારા પણ સમય નક્કી થતો ગયો, એ સમયે શિક્ષણનું સ્તર પણ ઘણું જ નીચું હતું જેના કારણે લોકોને ટાવરમાં પણ સમય જોતા નહોતું આવડતું પરંતુ ટાવરમાં પડતા મોટા અવાજ વાળા ટકોરા ગણી અને સમય નક્કી કરી લેતા હતા.

Image Source

આજે આ બધું નામશેષ થતું ગયું છે, આજની નવી પેઢી માટે આ બધી બાબતોનો કોઈ મતલબ નથી, બસ તેમના માટે તો આ એક માહિતી જ છે પરંતુ જે લોકો આ સમયને પસાર કરીને આવ્યા છે તેમના માટે તો આ એક યાદોના સંભારણા સમાન છે, તેમના માટે તો આજે પણ એ સમય પાછો આવે તો એમને જીવવાનું ગમે.

Image Source

જો તમારા જીવનમાં પણ તમે આ સમયને જોયો હોય, અનુભવ્યો હોય તો કોમેન્ટમાં તમારા અનુભવને પણ જરૂર જણાવજો, જેથી અમને પણ નવી માહિતી મળી શકે અને આવા જ વિષયો તમારી સામે લાવતા રહીએ.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.