વાયરલ

જંગલ સફારીનો આનંદ માણી રહ્યા હતા પ્રવાસીઓ, ઘાત લગાવીને બેઠો હતો ખતરનાક વાઘ, અચાનક કર્યો એવો હુમલો કે કેમરામાં કેદ થઇ ગઈ ઘટના… જુઓ વીડિયો

વાઘના વિસ્તારમાં આવી ગયો દીપડો, પછી વાઘે ઘાત લગાવીને કર્યો હુમલો, જીવ બચાવીને ઝાડ પર ચઢી ગયો અને પછી… જુઓ

પ્રાણીઓને લાઈવ જોવા માટે ઘણા લોકો જંગલ સફારીમાં જતા હોય છે. ત્યારે ઘણીવાર જંગલ સફારી દરમિયાન કેટલાક એવા નજારા પણ જોવા મળી જતા હોય છે તે હોશ ઉડાવી દે છે. આવી ઘટનાઓના કેટલીકવાર વીડિયો પણ સામે આવે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. હાલ એવો જ એક વીડિયો લોકોના હોશ ઉડાવી રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાઘ દીપડાને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. દીપડો ઝડપથી ઝાડ પર ચઢી જાય છે. જો કે, વાઘ પણ ચઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ પહોંચી શકતો નથી. આ વીડિયો ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ યુઝર્સ ચોંકી ગયા છે.

આ આખી ઘટનાને કોઈએ જંગલ સફારી દરમિયાન પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે. IFS ઓફિસર સુશાંત નંદાએ 14 ફેબ્રુઆરીના રોજ પોસ્ટ કરીને લખ્યું “આ રીતે વાઘના વર્ચસ્વવાળા વિસ્તારમાં ચિત્તો જીવિત રહે છે. વાઘ ખૂબ જ સરળતાથી ઝાડ પર ચઢી શકે છે. તેમના મજબૂત અને તીક્ષ્ણ પંજા તેમને ઝાડના થડ પર ચઢવા માટે મજબૂત પકડ આપે છે. પરંતુ જેમ જેમ તેઓની ઉંમર થાય છે તેમ તેમ તેમના શરીરનું વજન તેમને આમ કરવાથી રોકે છે. ટકી રહેવા માટે સ્લિમ રહો!

આ ક્લિપને અત્યાર સુધીમાં 3 લાખ 80 હજારથી વધુ વ્યૂઝ અને 5500થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ સિવાય ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ કરી છે. કેટલાકે લખ્યું કે ટકી રહેવા માટે સ્લિમ રહો એ શ્રેષ્ઠ સંદેશ છે. જ્યારે અન્ય લોકોએ લખ્યું કે ચિત્તો વાઘ કરતાં વધુ ફ્લેક્સિબલ છે.  ઘણા લોકો આ વીડિયોને જોઈને હેરાન પણ રહી ગયા છે./