જો તમારે પણ સ્વર્ગની પરી જેવો સુંદર ચહેરો રાખવા હોય તો ક્યારેય ન કરો આ ભૂલ, ખીલથી મળશે છૂટકારો

આજકાલ લોકો પોતાના ચહેરાની સુંદરતાને વધારવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. નોંધનિય છે કે, દરેક ઋતુમાં જુદા જુદા કારણોસર ચહેરાની ત્વચા પર અસર થાય છે. વધુ પડતા તેલ, હોર્મોન્સમાં બદલાવ અને બિનઆરોગ્યપ્રદ આહારને કારણે ચહેરા પર ખીલની સમસ્યા શરૂ થાય છે. પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે તમારી કેટલીક અંગત બાબતો ચહેરા પર ખીલનું કારણ પણ બની શકે છે અને અમારું ધ્યાન ક્યારેય તેમની તરફ જતું નથી. આ ઉપરાંત અત્યારે વરસાદની મોસમ ચાલી રહી છે. આ ઋતુમાં ઘણા લોકોના ચહેરા પર ખીલ થાય છે. નોંધનિય છે કે, વરસાદની ઋતુમાં લોકોના ચહેરાની સ્કિન ડેડ થઈ જાય છે. તો બીજી તરફ આ ઋતુમાં ધૂળ અને ગંદકીના કારણે પણ ત્વચા પર ખરાબ અસર થાય છે.

વરસાદની ઋતુમાં ઘણા લોકો ચહેરા પર ખીલ, ફોલ્લીઓની સમસ્યાથી પરેશાન થાય છે. વરસાદની ઋતુમાં ચહેરાની સંભાળ માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. નોંધનિય છે કે, ઘણી વખત સ્ત્રીઓ એવા ઉત્પાદનોનો ઉપયોગ કરે છે જે ખીલ સામે લડવામાં મદદરૂપ થાય છે. જો કે, વધતી જતી ઉંમર સાથે ત્વચાની રચનામાં ફેરફાર જોવા મળે છે. આવી સ્થિતિમાં, તમારે તમારી ત્વચા પર વધુ ધ્યાન આપવું પડશે. હંમેશા તે ઉત્પાદનોનો ઉપયોગ કરો, જે તમારી ત્વચાને અનુકૂળ હોય.

ચહેરો ધોવા માટે સાબુનો ઉપયોગ કરશો નહીં:
તમારો ચહેરો ધોવા માટે ક્યારેય સાબુનો ઉપયોગ ન કરો. સાબુમાં હાર્શ રસાયણો હોય છે. તેનો ઉપયોગ ક્યારેય ચહેરો ધોવા માટે ન કરવો જોઈએ. સામાન્ય સાબુમાં pH લેવલ 9 થી 11 ની વચ્ચે હોય છે. તે ત્વચાના pH લેવલને 5 થી 7 ની વચ્ચે કરી દે છે. આનાથી ત્વચાની સમસ્યાઓનું જોખમ વધી જાય છે.

તમારા ચહેરાને વારંવાર સ્પર્શ ન કરો:
ઘણા લોકોને પોતાના ચહેરાને વારંવાર સ્પર્શ કરવાની આદત હોય છે. ઘણી વખત લોકો તેમના ગંદા હાથથી ખીલ ફોડવાનો પ્રયત્ન કરે છે. જો તમે પણ આ કરો છો, તો તમારે તરત જ તમારી આ આદત બદલવી જોઈએ. હાથથી ચહેરાને વધુ સ્પર્શ કરવાથી ત્વચા પર જંતુઓ અને ગંદકી ફેલાય છે. જે લોકો ઓછું પાણી પીવે છે, તેમનો ચહેરો પણ નિર્જીવ અને શુષ્ક દેખાય છે.

ટુવાલ:
તો બીજી તરફ તમારો ટુવાલ પણ ખીલનું કારણ બની શકે છે. ટુવાલથી ચહેરા પર ખીલ પણ થઈ શકે છે. જો તમારા ટુવાલનો ઉપયોગ બીજા કોઈ દ્વારા કરવામાં આવે છે અથવા જો તે હંમેશા ગંદો રહે છે, તો ચહેરા પર ખીલ થવાનું જોખમ ઘણું છે. પરિવારના એક સભ્યને બીજા તરફથી ખીલની સમસ્યા પણ થઈ શકે છે. દરરોજ ટુવાલને તડકામાં મૂકીને સૂકવવાનું ભૂલશો નહીં. આ કારણે, તેમાં ભેજ અને ગંધ આવશે નહીં.

Niraj Patel