ખબર હેલ્થ

પેટ ના રહેતું હોય સાફ તો કરો આ 6 ઘરગથ્થું નુસખા, તરત જ મળશે રાહત

આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં લોકોને કંઈ પણ ખાવાની આદતથી લોકોને કેટ-કેટલી સમસ્યા થાય છે. એમાં પણ સૌથી વધુ સમસ્યા થતી હોય તો તે છે પેટ સંબંધિત સમસ્યા. જેવી કે પેટ દર્દ, ગેસ, અપચો. આ સાથે જ લોકોને પેટ સાફ ના થવાની સમસ્યાથી પણ પરેશાન હોય છે. ઘણી વાર અપચાને કારણે પેટ સાફ કરવાનું ચૂર્ણ પણ લેતા હોય છે. પરંતુ હંમેશા માટે અપચાથી છુટકારો મેળવવો હોય તો આ સંભવ નથી. આજે અમે તમારી માટે ઘરગથ્થુ નુસખા લઈને આવ્યા છે. જેનાથી તમારી અપચાની સમસ્યા દુર થઇ જશે.

Image source

આ કરો 6 ઘરગથ્થુ ઉપાય

1.ફુદીનાનું સેવન

Image source

ફુદીનાના સેવનથી અપચાની સમસ્યા દૂર થાય છે. ફુદીનો પેટ સાફ કરી દે છે. ફુદીનાના પાનનો ઉપયોગ ચામાં નાખીને કરી શકો છો અથવા તો ચટણી બનાવીને ખાઈ શકો છો.

2.વરિયાળી અને જીરા પાવડર મેળવીને ખાવ

વરિયાળી અને જીરાને તવા પર શેકીને પાવડર બનાવી લો. હવે આ મિશ્રણનું સેવન દિવસમાં એક વાર અથવા તો પેટ સાફના થવાની સમસ્યાથી વધારે પરેશાન હોય તો દર 3થી 4 કલાકે કરી શકો છો. જેનાથી ઘણી રાહત મળશે.

3.અજમો છે ફાયદેમંદ

Image source

અજમાનું સેવન કરવાથી ગેસ અને અપચાની સમસ્યા દુર થઇ જાય છે. તુરંત જ પેટ સાફ થઇ જાય છે. આ માટે અજમાએ શેકી રાખો. જમ્યા બાદ દરરોજ અજમાનું સેવન કરો.

4.સવારે જાગીને હૂંફાળા પાણીનું કરો સેવન

Image source

હૂંફાળા પાણી પીવાના ઘણા ફાયદા છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. શરીરમાંથી ખરાબ પદાર્થને બહાર કાઢે છે. આ પેટથી જોડાયેલી કોઈ સમસ્યાના વરદાનથી કમ નથી. આ માટે સવારે ઉઠીને સૌથી પહેલા હૂંફાળા પાણીનું સેવન કરો. જેનાથી પેટ સાફ ના થવાની સમસ્યાથી છુટકારો મળશે.

5.ખાવામાં લીંબુનો કરો ઉપયોગ

લીંબુનો રસ પણ ફાયદાકારક માનવામાં આવે છે. લીંબુના રસમાં હાજર રહેલા એન્જાઈમસ શરીરમાંથી ખરાબ પદાર્થને બહાર કાઢે છે અને પાચન ક્રિયાને સુધારવાનું કામ કરે છે. તેથી તમે લીંબુનું સેવન જમવાની સાથે કરી શકો છો અથવા તો લીંબુ પાણી પી શકો છો.

6.કબજિયાતને દૂર કરે છે એલોવેરા

Image source

એલોવેરામાં ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. એલોવેરાનું જ્યુસ પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થઇ જાય છે. આ સાથે જ પેટને પણ સાફ રાખે છે. આ માટે દરરોજ સવારે એલોવેરાના પાનમાંથી જેલ કાઢીને જ્યુસ તરીકે પીવો.