કોણી અને ગોઠણની કાળાશ દૂર કરવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, જલ્દી જ દૂર થશે, વાંચો કઈ રીતે

0

આજે કોઈ પણ યુવતી એ વાતનો ઇન્કાર નહીં કરે કે, તે તેની ત્વચા માટે મહેનત નથી કરતી. જેટલી મહેનત આપણે આપણી કોણી અને ગોઠણ માટે કરીયે છીએ એટલી મહેનત બીજા કોઈ માટે નથી કરતા. ગોઠણ અને કોણી કાળી હોવાને કારણે શોર્ટ્સ અને અન્ય ટૂંકા કપડાં પહેરતા પહેલા 100 વાર વિચારીએ છીએ. કારણકે કોણી અને ગોઠણના કાળાપણને દૂર કરવું મુશ્કેલી ભર્યું કામ છે.

ચહેરાની ત્વચા પર ઉપાય કરવાથી તેની અસર તુરંત જ દેખાવવા લાગે છે. પરંતુ કોણી અને ગોઠણમાં તુરંત અસર નથી દેખાતી. આજે અમે તમને જણાવીશું કોણી અને ગોઠણની કાળાશને દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર

Image Source

આવો જાણીએ એ ઉપચાર વિષે.

લીંબુના રસમાં ચણાનો લોટ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણએ કોણી અને ગોઠણ પર લગાડો. આ મિશ્રણ સુકાઈ ગયા બાદ ચોખ્ખા પાણીથી ધોઈ લો. દરરોજ આ ઉપાય કરવાથી થોડા સમયમાં કાળાશ ઓછી થવા લાગશે. તમે લીંબુના રસમાં મધ પણ ઉમેરીને લગાડી શકો છો. જો સમય ના હોય તો લીંબુના કટકા કરીને પણ કોણી અને ગોઠણ પર લગાડી શકો છો.

ટમેટાના રસને કોણી અને ગોઠણ પર લગાવવાથી પણ કાળાશ દૂર થાય છે. ટમેટામાં એન્ટી ઓક્સીડેન્ટ હોય જે શરીરમાંથી ગંદકીને બહાર કાઢે છે.

નાહવાના અડધો કલાક પહેલા કોણી અને ગોઠણ પર એલોવેરા જેલ લગાડો. આ ઉપાય દરરોજ કરવાથી કાળાશ દૂર થાય છે.

Image Source

બેકિંગ સોડાને દૂધ સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોણી અને ગોઠણ પર લગાડી થોડીવાર બાદ ધોઈ લો. આ ઉપાય તમે ત્યાં સુધી કરી શકો છો જ્યાં સુધી તમને અસર ના દેખાય.

મધ, દૂધ અને હળદરને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોની અને ગોઠણ પર લગાડી દો. આ 20 મિનિટ બાદ આ પેસ્ટ પર પાણી લગાડી થોડીવાર મસાજ કરો. આ ઉપાયની અસર તમને ટૂંક સમયમાં જ જોવા મળશે.

ઓલિવ ઓઇલમાં ખાંડ ઉમેરીને સ્ક્ર્બ તૈયાર કરો. આ સ્ક્ર્બને કોણી અને ગોઠણ પર લગાડી મસાજ કરો.આ મસાજથી જમા થયેલો મેલ દૂર કરી ત્વચાને કોમળ બનાવે છે.

Image Source

નારિયેળ તેલના ઉપયોગથી કોણી અને ગોઠણની કાળાશને સાફ કરે છે. નારિયેળ તેલમાં વિટામિન ઈ હોય જે સખ્ત ત્વચાને મુલાયમ બનાવવાનું કામ કરે છે. સાથે જ ત્વચા પર ગંદકી પણ જમા નથી થવા દેતા.

સંતરાની છાલના પાવડરમાં થોડું ગુલાબજળ અને દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કોણી અને ગોઠણ પર લગાડો. થોડા દિવસ સુઘી આ ઉપાય કરવાથી કોણી અને ગોઠણની કાળાશ દૂર થાય છે.

કોણી અને ગોઠણની કાળાશ દૂર કરવા માટે બટેટુ એક રામબાણ ઈલાજ છે. બટેટાનો ટુકડો લઇ તેની કોણી અને ગોઠણ પર 5 મિનિટ સુધી ઘસો. ત્યારબાદ ગરમ પાણીથી ધોઈ લો. દિવસમાં વાર આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ અસર દેખાવવા લાગશે.

Image Source

કાકડીનો ઉપયોગ ત્વચાને ચમકદાર બનાવવા માટે થાય છે. કાકડીના ઉપયોગથી કોણી, ગોઠણ અને અંડર આર્મ્સના કાળાશને દૂર કરે છે. કાકડીના જ્યુસમાં હળદર ભેળવી ઘટી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કાળાશવાળી જગ્યા પર લગાડી લગભગ અડધો કલાક રાખીને બાદમાં ધોઈ નાખવાથી ફાયદો થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here