આ દિશામાં રાખો પાણીથી ભરેલો માટીનો ઘડો, માં લક્ષ્મી અને કુબેર દેવના આશીર્વાદથી દૂર થશે પૈસાની સમસ્યા

હિન્દૂ માન્યતાઓના આધારે વાસ્તુશાસ્ત્રનું ખુબ મહત્વ માનવામા આવ્યું છે. ખાસ કરીને લોકો પોતાનું સપનાનુ ઘર બનાવતી વખતે વાસ્તુશાસ્ત્રને ખાસ ધ્યાનમાં રાખે છે. લોકો પોતના ઘરનું બાંધકામ,દિશા, ઘરમાં કઈ વસ્તુઓ ક્યાં રાખવી વગેરે વાસ્તુશાસ્ત્રના આધારે જ કરે છે. એવામાં વાસ્તુના નિયમ પ્રમાણે ઘરમાં આ ખાસ જગ્યા પર પાણીથી ભરેલો માટીનો ઘડો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે.

આજના સમયમાં ભાગ્યે જ કોઈકના ઘરમાં માટીનો ઘડો જોવા મળે છે. આજના સમયમાં લોકોના ઘરમાં ફ્રિજ આવી ગયા છે માટે લોકો માટીના ઘડાનો ઉપયોગ નહિવત કરે છે.પહેલાના સમયમાં પાણીને ઠંડુ રાખવા માટે મોટાભાગે માટીના ઘડાનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.માટીના ઘડામાં પાણી રાખવાથી તે પાણીને તો ઠંડુ કરે જ છે અને સાથે સાથે તેના અન્ય ફાયદાઓ પણ છે. માટીના ઘડામાં રાખેલું પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતા પણ ઘણા ફાયદાઓ થાય છે, આ સિવાય વાસ્તુના આધારે માટીનો ઘડો ઘરમાં રાખવાથી ધન-પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે.

વાસ્તુના આધારે ઘરમાં ઉત્તર દિશામાં પાણીથી ભરેલું માટલું મુકવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તમે માટલાની જગ્યાએ નાનો એવો માટીનો કળશ પણ રાખી શકો છો. પણ ધ્યાન રાખો કે તેમાં હંમેશા પાણી ભેરલું હોવું જોઈએ. માટલાને લીધે ઘરમાંથી નકારાત્મક શક્તિ દુરા થાય છે અને ઘરમાં હકારાત્મક ઉર્જાનું વહન થાય છે. જ્યોતિષના આધારે જોવા જઈએ તો માટીના ઘડાને લીધે શક્તિ, સકારાત્મક વિચાર, શુભ ફળ, સ્વસ્થ અને ધન લાભ પ્રદાન થાય છે.

પ્રાચીન સમયમાં માટીના દેવી દેવતાઓની મૂર્તિ બનાવવામાં આવતી હતી અને તેને મંદિરમાં કે ઘરમાં સ્થાપિત કરીને પૂજા-અર્ચના કરવામાં આવતી હતી, જેને લીધે ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે. વાસ્તુના આધારે ઉત્તર દિશાને કુબેર દેવતાની દિશા માનવામાં આવે છે. આ દિશામાં પાણીનું સ્થાન ખુબ જ શુભ માનવામાં આવે છે. માટે પાણી ભરેલ ઘડાને હંમેશા ઉત્તર દિશામાં રાખવું જોઈએ, જેનાથી ઘરમાં ધનનું આગમન થાય છે.

આ સિવાય ઉત્તર દિશામાં માટીની બનેલી ભગવાનની મૂર્તિ  કે પછી છોડના કુંડાઓ રાખવાથી પણ ઘરમાં સકારાત્મક્તા બની રહે છે. ઉત્તર દિશામાં લક્ષ્મીની પણ દિશા માનવામાં આવે છે જે તમારા ઘરની તિજોરી હંમેશા ધનથી છલોછલ રાખે છે અને ધાન્યની પણ ક્યારેય કમી નથી આવતી. આ સિવાય તુલસીના છોડ પાસે પણ માટીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને માં લક્ષ્મીનો વાસ રહે છે.

જે રીતે માટીના ઘડામાં પાણી ભરવાથી શીતળ ખુશ્બુ આવે છે તેવી જ રીતે પાણીનો ઘડો ઘરમાં રાખવાથી પરિવાર વચ્ચે હંમેશા શીતળ મધુરતા બનેલી રહે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ પણ વધે છે, અને ઘરમાંથી ઝઘડા-કલેશ દૂર થઇ જાય છે. વૈજ્ઞાનિકોના આધારે માટીનો ઘડો ઘરમાં રાખવાથી અને તેનું પાણી પીવાથી શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર થઇ જાય છે અને શરીરને એકદમ ફ્રેશ અને ઉર્જાથી ભરપૂર રખે છે.

Krishna Patel