કબાડ ખાનામાં 50 વર્ષ સુધી પડી રહી આ ગાડી, પછી વ્યક્તિએ કર્યો કંઈક એવો કમાલ કે 30 કરોડમાં વેચાઈ ગઈ… જુઓ તસવીરો

સાવ ભંગાર થયેલી કાર 50 વર્ષથી કબાડ ખાનામાં સળતી હતી, એક વ્યક્તિ આવ્યો અને પછી કારની અધધધ કિંમત આવી… જુઓ તસવીરો

કારનો શોખ મોટાભાગના લોકોને હોય છે અને તેમાં પણ લક્ઝુરિયસ કાર ચલાવવી તો કોને ના ગમે… પરંતુ તેની કિંમતો એવી હોય છે કે સામાન્ય માણસના ખિસ્સાને પણ પોસાતી નથી. ત્યારે ઘણા લોકોના ઘરમાં કેટલાક જુના વાહનો કાટમાળમાં પડેલા હોય છે અને તે ઉપયોગ હીન બની જતા હોય છે. સમય જતા તેને ભંગારમાં પણ આપી દેવામાં આવે છે.

(Image Credit: www.zurnal24.si )

પરંતુ એક વ્યક્તિએ કબાડખાનામાં પડી રહેલી 50 વર્ષ જૂની કાર સાથે એવું કર્યું કે તે 30 કરોડમાં વેચાઈ ગઈ. આ ઘટના ફ્રાન્સની રાજધાની પેરિસની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કાર 50 વર્ષ જૂની હતી અને 1937નું બુગાટી મોડલ હતું. આ વ્યક્તિનું નામ કેર છે. આ વ્યક્તિનું 2007માં 89 વર્ષની વયે અવસાન થયું હતું.

(Image Credit: cdn.thecoolist.com)

આ પછી આ વાહન વધુ જંક બન્યું અને એવું લાગી રહ્યું હતું કે આ કાર કાટમાળના ભાવે વેચવામાં આવશે. પરંતુ આવું ન થયું. બુગાટી કારના શોખીનને તેની જાણ થઈ અને તે જંકયાર્ડમાં પહોંચી ગયો. ત્યારે આ કારની કિંમત ત્રીસ કરોડ રાખવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર કારના પરિવારના એક સભ્યએ કહ્યું કે હા એ વાત સાચી છે કે તેની પાસે કેટલીક કાર છે પરંતુ અમને ખબર નથી કે તે કઈ છે.

(Image Credit: www.indiatimes.in )

તેણે એ પણ જણાવ્યું કે સ્થાનિક લોકોમાં ચોક્કસપણે એવી અફવા હતી કે તેની પાસે કાર છે પરંતુ તે કઈ કાર છે તે ખબર નથી. હાલમાં જે વ્યક્તિએ બોલી લગાવી હતી તેને આ કાર મળી અને તેની કિંમત ત્રીસ કરોડ છે. અન્ય એક રિપોર્ટ અનુસાર, 1937માં તેને પહેલીવાર એસેમ્બલ કર્યા પછી, અન્ય માલિકે તેને 8 વર્ષ સુધી પોતાની પાસે રાખી, ત્યારબાદ કેરેએ 1955માં આ કાર લીધી. હાલમાં આ કાર ફરી એકવાર ચર્ચામાં છે.

Niraj Patel