બનાસકાંઠામાં 1 દીકરીના બાપ ક્લાસ 2 અધિકારીએ પત્નીને તલાક…તલાક…તલાક… કહીને તરછોડી દીધી, કોર્ટે સંભળાવી દીધી સજા

ઘણીવાર એવું બનતુ હોય છે કે પતિ તેની પત્નીને ત્રણવાર તલાક…તલાક…તલાક…કહી તેને તરછોડી દેતો હોય છે. ત્યારે હાલમાં ગુજરાતના બનાસકાઠાંમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેમાં કોર્ટે એક અધિકારીને એક વર્ષની સજા ફટકારી છે અને આ એટલા માટે કારણ કે તેણે એક પુત્રીની માતાને તરછોડી હતી અને ત્રણવાર તલાક કહી બીજી યુવતિ સાથે લગ્ન કર્યા હતા. આ ક્લાસ 2 અધિકારીને કોર્ટે સજા ફટકારી છે. આ ઉપરાંત સજા સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ત્રિપલ તલાકના કેસમાં સજા મળી હોય તેવો રાજયનો આ પહેલો કેસ છે.

ઘટનાની વિગત અનુસાર વડગામના જુનીનગરીની યુવતિના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયા હતા અને આ લગ્નથી તેમને એક પુત્રીનો જન્મ પણ થયો હતો. સરફરાજખાનને ત્યારબાદ દાંતીવાડા સિપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી મળી હતી. આ દરમિયાન તેને સાથે કામ કરતી એક હિન્દુ યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો અને તે તેને લઇને નાસી છૂટ્યો હતો. ત્યારે પરિવાર સમજાવશે તો સરફરાજખાન યુવતીને ભૂલી જશે તેમ કહી મામલો થાળે પાડયો હતો.

પરંતુ ત્યારબાદ પણ સરફરાઝખાને યુવતી સાથે સંબંધો રાખતા યુવતીને એક પુત્રનો જન્મ થયો હતો. જેથી તેની પત્નીએ વિરોધ કર્યો અને ત્યારે સરફરાઝખાને તેને ગડદાપાટુનો માર માર્યો અને ત્રણવાર તલાક…તલાક…તલાક…બોલી તેને તરછોડી દીધી હતી. આ બાબતે પીડિતાએ પાલનપુર પશ્ચિમ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સરફરાજખાન પર પોલિસ સ્ટેશનમાં ઈપીકો કલમ ૪૯૮(ક), ૩૨૩, ૨૯૪, ૫૦૪, ૫૦૬(૨) ની તેમજ મુસ્લિમ પ્રોટેક્શન ઓફ એકટ ૩,૪ મુજબની ફરીયાદ નોંધાઇ હતી.

Image source

ત્યારે આ મામલે પાલનપુર બીજા એડિશનલ કોર્ટે આરોપી સરફરાજખાનને એક વર્ષની સજા સાથે પાંચ હજારનો દંડ ફટકાર્યો છે અને આવું થયુ હોય તેવો ગુજરાતમાં પહેલો કેસ છે. કોર્ટમાં પીડિતાને ત્રણ વર્ષે વ્યાય મળતા તેણે ત્રિપલ તલાકનો કાયદો ઘડનાર મોદી સરકારનો આભાર માન્યો હતો. તેણે કહ્યુ કે, જો કાયદો ન હોત તો મારી હાલત ખરાબ થઈ જાત. મારા જેવી અનેક છોકરીઓ છે જે હજી પણ પીડિત છે, તેઓને ન્યાય મળવો જોઈએ.

Shah Jina