અમદાવાદ : PG ને લઈને વિવાદ ! એલિગન્સ સોસાયટીના રહીશોના નવા નિયમથી બબાલ, અસામાજિક પ્રવૃત્તિ કરતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

અમદાવાદીઓને PG થી શું તકલીફ છે ? પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યંગસ્ટર્સને લઇને ફરી બબાલ, અસામાજિક પ્રવૃત્તિ કરતા..જાણો સમગ્ર વિગત

અમદાવાદમાં PG એકવાર ફરી ચર્ચામાં આવ્યુ છે. આનંદનગર વિસ્તારમાં PGને લઈ વિવાદ ઉઠ્યો છે. વાત એમ છે કે એલિગન્સ સોસાયટીના લોકોએ ત્રણ મહિનાના પાસ ઈશ્યુ રવાનો નિર્ણય કર્યો છે અને આમાં માત્ર PGમાં રહેતા લોકોને પ્રવેશ મળે એ માટે પાસ ઈશ્યુનો નિર્ણય લેવાયો છે. જો કે આ મામલે PGમાં રહેતા છોકરા-છોકરીઓ દ્વારા વિરોધ કરાયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આનંદ નગર વિસ્તારની નીલકંઠ એલિગન્સ સોસાયટીના રહીશોએ PGમાં રહેતા યુવક-યુવતીઓ સામે પોલીસ ફરિયાદ કરી.

તેમનું કહેવું છે કે PGમાં રહેતા યુવક-યુવતીઓ જાહેરમાં અછાજતું વર્તન કરે છે અને દારૂનું પણ સેવન કરે છે. આ ઉપરાંત તેમનું એવું પણ કહેવુ છે કે રાતના સમયે સોસાયટીમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા 700-800 સુધી પહોંચી જાય છે. નીલકંઠ એલીગન્સમાં 174 ફ્લેટ્સમાંથી 74માં તો PG ચાલે છે. અહીં લોકો ગેરકાયદે પેટાભાડુઆત રાખ્યા છે.

રહીશોનો આક્ષેપ છે કે એક વ્યક્તિએ 25 ફ્લેટ્સ PG માટે આપ્યા છે અને PGમાં રહેવા માટે આપવા પડતા ડોક્યુમેન્ટ્સ પણ જમા નથી કરાવ્યા. આ ઉપરાંત સોસાયટીનું મેઇન્ટેન્સન પણ સમયે નથી ચૂકવામાં આવતું અને આને કારણે સોસાયટીના રહીશો દ્વારા પીજીના સંચાલકો અને પીજીમાં રહેતા લોકો સામે રોષ ફાટી નીકળ્યો છે.

રહીશોનો એવો પણ આક્ષેપ છે કે મોડીરાત્રે પીજીમાં રહેતા લોકો અવરજવર સાથે કેટલીક અસામાજિક પ્રવૃત્તિ કરે છે. ત્યારે આગામી 1 મેથી સંપૂર્ણપણે સોસાયટીમાં પેઈંગ ગેસ્ટ બંધ કરાવવામાં આવશે. જેમાં સ્થાનિકો દ્વારા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને સ્થાનિક કોર્પોરેટરને પીજી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવશે એવું સામે આવ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

 

Shah Jina