અમદાવાદમાં કેમ લોકોએ યુવતીનો ચડ્ડો ખેંચીને ગાળો ભાંડી? PGની છોકરીઓ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઉગ્ર બબાલ, જાણો સમગ્ર મામલો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Ahmedabad clash between pg and locals : ગુજરાતમાંથી ઘણીવાર બબાલના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમદાવાદના સેટેલાઇટમાં આવેલ શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતા યુવક યુવતીઓની સ્થાનિકો સાથે બબાલ થઇ અને બંને પક્ષોએ સામ સામે અરજી કરી. આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને આવે છે અને ઓશોભનીય વર્તન કરે છે.
PGમાં રહેતી યુવતિઓ સાથે સ્થાનિકોની માથાકૂટ
જ્યારે પીજીમાં રહેતી યુવતીઓનું કહેવુ છે કે સોસાયટીના લોકો તેમના પર સતત કમેન્ટ કરે છે અને તેમને સતત હેરાન પણ કરે છે. સોસાયટીના અનેક લોકો 12 વાગ્યા પછી આવે છે પણ તેમના માટે ખાલી નિયમો રખાયા છે. સોસાયટીમાં પીજી તરીકે રહેતી એક યુવતીએ કહ્યુ- માત્ર યુવતીઓ માટે 11.30નો નિયમ બનાવવામાં આવ્યો. 11.30 પછી એન્ટ્રી નહીં આપવામાં આવે. નિયમ બધા માટે હોવો જોઇએ. તે કહે છે કે હું 11.45એ આવી, જ્યારે નોટિસ લાગી હતી. મને ના પાડી કે તમે અંદર નહીં આવી શકો.
પહેરવેશને લઈ થઈ બબાલ
15 જેટલા પુરુષો ગેટ પાસે ઉભા હતા ને હું એકલી હતી. તેઓએ કહ્યુ કે તમે તમારું જોઇ લો. જેને હોટલમાં રહેવું છે, બહાર રહેવું છે, તે જોઇ લો. જે પછી સોસાયટીની મહિલા-પુરુષો બધા અંદર આવી ગયા. 50-60 લોકો અંદર આવ્યા. તેમણે એક યુવતીનો ચડ્ડો ખેંચીને કહ્યું કે તમારા માતા-પિતાએ આવા સંસ્કાર આપ્યા છે. તે આવું પહેર્યું છે.
બંને પક્ષોએ સામ સામે અરજી કરી
યુવતીએ કહ્યું, તમારા યુવકો પણ ચડ્ડામાં જ આવ્યા છે ને? તો જે ચડ્ડો પહેરીને આવ્યો હતો તેણે ગાળ આપી કહ્યું, અમે કંઇ પણ પહેરી શકીએ, અમારો હક છે. તમે પહેરી શકતા નથી કેમ કે તમે પીજીમાં રહો છો. જો કે, સ્થાનિક લોકોએ PGની યુવતીઓ પર આક્ષેપ કરતા કહ્યુ કે 133 ટેનામેન્ટમાંથી 21 મકાનમાં PG ચાલે છે અને સોસાયટીમાં 21 PG છે અને તેને લઇને વાહન પાર્કિગનો ઇશ્યુ થાય છે. છોકરીઓ લથડિયાં ખાતી હાલતમાં મોડી રાત્રે આવે છે અને PGની યુવતીઓ નાના કપડા પહેરીને સોસાયટીમાં ફરે છે અને તમામ પ્રકારના વ્યસન કરે છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં