ખબર

જો તમારી પાસે પણ હોય Redmiનો આ ફોન તો થઇ જાવ સાવધાન, મહિલાનું થયું દર્દનાક મોત, ખાટલા નીચે લોહી લોહી થઇ ગયું, યુટ્યૂબરે લગાવ્યા આરોપ

દેશભરમાં ઘણીવાર મોબાઈલ ફોન ફાટવાના કારણે ઘણા લોકોના મોત પણ થતા હોય છે તો ઘણીવાર લોકો ઈજાગ્રસ્ત પણ થતા હોય છે. ઘણા લોકો મોબાઈલ ચાર્જમાં રાખીને ગેમ રમતા હોય કે પછી બીજું કોઈ કામ કરતા હોય ત્યારે અચાનક જ ફોનમાં બ્લાસ્ટ થતો હોય છે, ત્યારે હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક યુટ્યુબર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ફોન ફાટવાના કારણે તેના આન્ટીનું મોત થયું છે.

એક YouTuber MD Talk YT એ ટ્વિટર પર આ વિશે પોસ્ટ કર્યું છે. ટ્વીટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના આન્ટીનું મોત Redmi 6Aના વિસ્ફોટને કારણે થયું છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે તે સૂતી હતી ત્યારે ફોન તેના તકિયા પાસે રાખવામાં આવ્યો હતો. અચાનક ફોનમાં બ્લાસ્ટ થયો. તેણે આ અંગે કેટલીક તસવીરો પણ શેર કરી છે.

તસવીરમાં જોઈ શકાય છે કે સ્માર્ટફોનની ફ્રન્ટ પેનલ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જ્યારે તેની પાછળની પેનલ બળી ગઈ છે અને તેની બેટરી ફૂલેલી છે. આ ટ્વીટમાં તેણે તેની કાકીનો ફોટો પણ શેર કર્યો છે. આમાં તે પલંગ પર લોહીથી લથપથ છે. એમડી ટોક વાયટીએ ટ્વીટ કર્યું છે કે ગઈ રાત્રે તેની કાકીનું અવસાન થયું છે. તે Redmi 6A નો ઉપયોગ કરતી હતી. તે સૂતી હતી અને તેના ચહેરા પાસે તકિયા પર ફોન રાખ્યો હતો. પરંતુ, થોડા સમય પછી ફોનમાં વિસ્ફોટ થયો. અમારા માટે આ દુઃખદ સમય છે. એ બ્રાન્ડની જવાબદારી છે કે તેને સપોર્ટ કરે.

આ ટ્વીટમાં તેણે RedmiIndia અને Xiaomiના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈનને પણ ટેગ કર્યા છે. કંપનીએ પણ આ ટ્વીટનો જવાબ આપ્યો છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. Xiaomi India માટે ગ્રાહક સુરક્ષા મહત્વપૂર્ણ છે. તે આવી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લે છે. હાલ તેમની ટીમ પીડિત પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. દુઃખની આ ઘડીમાં તેઓ પરિવાર સાથે ઉભા છે અને તેમને જરૂરી તમામ મદદ કરવામાં આવશે.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે કે નહીં. પરંતુ, ફોન બ્લાસ્ટનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે પણ એક યુઝરે OnePlus Nord 2ના વિસ્ફોટની ફરિયાદ કરી હતી. યુઝરે દાવો કર્યો હતો કે કોલ દરમિયાન ફોનમાં વિસ્ફોટ થવાથી તેના ચહેરાને નુકસાન થયું હતું. જ્યારે વર્ષ 2019માં એક યુઝરે દાવો કર્યો હતો કે Redmi 9A તેના ખિસ્સામાં વિસ્ફોટ થયો હતો.