કોઈપણ અકસ્માત બાદ આપણી પાસે રહેલા વીમાનો અથવા આપણને વાહનમાં અકસ્માત થયો હોય તે વાહનના વીમા ઉપર દાવો કરવાથી આપણને નિશ્ચિત રકમ મળતી હોય છે એ વાતથી તો સૌ કોઈ વાકેફ છે.

પરંતુ આજે અમે તમને એક એવી ચોંકાવનારી હકીકતથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે જેમાં અકસ્માત બાદ દાવો તો 1 લાખ માટે જ થયો પરંતુ ટ્રીબ્યુનલ દ્વારા 1 કરોડ 35 લાખ મંજુર કરવામાં આવ્યા. જાણીને નવાઈ લાગે ને પણ આ એક હકીકત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈમાં 7 વર્ષ પહેલા રાત્રે એક ક્લ્બમાં પાર્ટી કરીને પાછા ફરતા સમયે 4 મિત્રોને અકસ્માત થયો હતો. જેમાં 2 યુવતીઓના જીવ ચાલ્યા ગયા હતા, ગાડી ચલાવનાર યુવકને સામાન્ય ઇજા પહોંચી હતી અને એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ગાડી ચલાવનાર યુવક દારૂના નશામાં હતો અને એક હોટેલ પાસે જમવા માટે ગાડી ઉભી રાખવા જતા જ સંતુલન ખોઈ બેસતા ડિવાઈડર સાથે ટકરાઈ એક રિક્ષામાં જઈને અથડાયા બાદ પલ્ટી ખાઈ ગઈ હતી.

ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર હેઠળ રાખવામાં આવી પરંતુ તેની હાલતમાં 7 વર્ષ બાદ પણ કોઈ સુધાર થયો નહિ. એનું આખું શરીર પેરાલીસીસ ગ્રસ્ત થઇ ગયું છે. તેના પિતાએ ટ્રિબ્યુનલમાં 1 લાખ માટેનો દાવો કર્યો, આ દાવાની અંદર હોસ્પિટલના રિપોર્ટ પણ રજૂ કર્યા. રિપોર્ટ અને એ યુવતીની હાલત જોતા ટ્રીબ્યુનલ દ્વારા યુવતીને 1 કરોડ 35 લાખ આપવા માટે હુકમ કરવામાં આવ્યો.
તમને પણ જાણીને નવાઈ લાગશે કે 1 લાખના બદલે ટ્રિબ્યુનલે કેમ 1 કરોડ 35 લાખ આપવાનો નિર્ણય કર્યો. કદાચ એમની ભૂલ હશે. પરંતુ ના આ એક હકીકત જ છે. આ યુવતીની હાલની ઉંમર 30 વર્ષ છે જેથી ટ્રિબ્યુનલે જણાવ્યું કે તેને 8% વાર્ષિક વ્યાજ સાથે 86 લાખ 39 હજાર રૂપિયા આપવા પડશે. આ અકસ્માત દરમિયાન તે નોકરી પણ કરતી હતી જનો માસિક પગાર 25 હજાર રૂપિયા હતો તે પ્રમાણે 54 લાખ રૂપિયા આપવામાં આવે. આ સિવાય હોસ્પિટલના ખર્ચ પેટે પણ 15 લાખ 12 હજાર આપવામાં આવે અને આ સમયગાળા દરમિયાન યુવતીને અને તેના પરિવારને માનસિક તાણમાંથી પણ પસાર થવું પડ્યું છે જેના માટે પણ 3 લાખ વધારાના આપવા માટે હુકમ કર્યો છે. જે કુલ મળીને 1 કરોડ 35 લાખ થાય છે.

આ સમગ્ર રકમ ગાડી માલિકને ચુકવવાની છે. નવાઈની વાત તો એ પણ છે કે ગાડીના માલિકે પોતાની ગાડી થોડા દિવસ પહેલા જ એક બીજી વ્યક્તિને વેચી દીધી હતી પરંતુ ગાડી હજુ તે વ્યક્તિના નામે કરવામાં નહોતી આવી જેના કારણે આ સમગ્ર રકમ ગાડીના જુના માલિકને જ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે.

દારૂ પી અને ગાડી ચલાવવી કેટલી નુકશાન કારક છે તે કોઈનો જીવ પણ લઇ શકે છે અને કોઈનું જીવન પણ બરબાદ કરી શકે છે તે પણ આ ઘટનામાંથી જાણવા મળે છે એ સિવાય પોતાનું વાહન જો કોઈને વેચો તો તે તરત એના નામ ઉપર પણ કરી દેવું એ પણ શીખવા મળે છે. જો વાહનના માલિકે તે વાહન જેને ખરીદ્યું હતું તેના નામે કર્યું હોત તો તેને આટલી મોટી રકમ ચૂકવવાનો વારો ના આવતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.