ખબર

તો બસ હવે થોડાક જ સમયમાં કોરોના બાય બાય કરી દેશે? સિંગાપોરમાં થયો મોટો ખુલાસો

દુનિયાભરમાં કોરોના વાયરસનો ડર સતાવી રહ્યો છે, ખાસ કરીને આ વાયરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના કારણે લોકો વધારે મૂંઝવણમાં મુકાઈ ગયા છે, આ સમયમાં વેપાર ધંધા પણ બંધ થઇ ગયા છે ત્યારે  મુશ્કેલીનો પણ ભય વધુ સતાવી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે આ વાયરસના સંક્રમણના આંકડાઓ દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે અને ઘટવાનું નામ પણ નથી લેતા ત્યારે સિંગાપુર યુનિવર્સટી દ્વારા એક સારા સમાચાર આપવામાં આવ્યા છે.

Image Source

સિંગાપુરની યુનિવર્સીટી ઓફ ટેક્નોલોજીની ઇનોવેશન લેબ વિભિન્ન દેશોમાં કોરોના વાયરસને ખતમ થવાને લઈને દાવો કરી રહ્યું છે. યુનિવર્સીટીનું કહેવું છે કે બ્રિટેનમાં 30 સપ્ટેમ્બર, અમેરિકામાં 11 નવેમ્બર, ઇટલીમાં 12 ઓગસ્ટ અને સિંગાપુરમાં 19 જુલાઈ સુધીમાં કોરોના વાયરસ ખતમ થઇ શકે છે.

Image Source

લેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે બધી જ તારીખો હાલની પરિસ્થિતિ, સંક્ર્મણ દર અને મૃત્યુઆંકના આધાર ઉપર બતાવવામાં આવી રહી છે. આ મણકો ઉપર અસર પડવાના કારણે તારીખ બદલાઈ પણ શકે છે. જોકે મોડેલ અને દેતા અલગ-અલગ દેશોની દશાના આધાર ઉપર જટિલ છે જે બદલાઈ રહ્યા છે.

Image Source

તેને લઈને સ્પષ્ટ અનુમાન લગાવવું પણ મુશ્કેલ છે. એવામાં આ તારીખોને છેલ્લી માની અને લાપરવાહી ના રાખવી જોઈએ, કારણ કે તેમાં વ્યાસની ગંભીરતા ઓછી થવાની સંભાવના છે અને તે કોરોનાને કાબુમાં કરવા માટેના જરૂરી પગલાં ભરવાનું બંધ કરી શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.